GSTV

40 વર્ષથી ઓછી ઉમર પરંતુ સંપત્તિમાં અપાર, Hurun Indiaએ જારી કરી અમીરોની લિસ્ટ

Last Updated on October 14, 2021 by Damini Patel

મીડિયા નેટના દિવ્યાંક તુરખીયા 40 વર્ષથી ઓછી ઉમરમાં સૌથી અમીર ભારતીયો માંથી એક છે. એમની કુલ નેટવર્થ 12,500 કરોડ રૂપિયા છે. IIFL વેલ્થ-હુરુન ઇન્ડિયા 40 એન્ડ અન્ડર સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2021(IIFL Wealth and Hurun India)માં સામેલ 45 લોકોમાં વધુ સ્ટાર્ટઅપ ઉદ્યોગપતિઓ છે. પ્રત્યેકની સંપત્તિ IIFL Wealth and Hurun India સૂચિમાં 1,000 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.

31 સ્ટાર્ટઅપ સામેલ

IIFL Wealth and Hurun India સૂચિ અનુસાર, બ્રાઉઝરસ્ટેકના સહ સંસ્થાપક નકુલ અગ્રવાલ(38) અને રિતેશ અરોડા(37) બંને 12,400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે IIFL Wealth and Hurun India Listમાં બીજા નંબર પર છે. આ વર્ષે IIFL Wealth and Hurun India સૂચિમાં 31 નવા ઉદ્ધમી સામેલ થયા છે.

પાલો ઓલ્ટોની કોન્ફ્લુએન્ટની નેહા નારખેડે અને પરિવાર 12,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે. IIFL Wealth and Hurun India સૂચિમાં ઓલાના ભાવિશ અગ્રવાલ પણ છે. એમની નેટવર્થ આ વર્ષે 15 સપ્ટેમ્બર સુધી બે ગણી વધુ થઈ 7500 કરોડ રૂપિયા થઇ ગઈ છે. તેઓ IIFL Wealth and Hurun India સૂચિમાં નાવમાં સ્થાન પર છે. ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક સચિન બંસલ અને બિન્ની બંસલ સૂચિમાં અગ્રવાલથી ઉપર છે.

42 નામ બેંગ્લોરથી

બેંગ્લોરને ભારતની સિલિકોન ઘાટી કહેવામાં આવે છે. IIFL Wealth and Hurun India સૂચિમાં સામેલ 45 નામોમાંથી 42 અહીંથી આવે છે. વિવિધ ક્ષેત્રની વાત કરીએ તો IIFL Wealth and Hurun India સૂચિમાં સોફ્ટવેર અને સેવા ક્ષેત્રનું સુધી મોટું યોગદાન છે. એમના પછી ક્રમશ પરિવહન અને લોજિસ્ટિક્સ મનોરંજન અને નાણાકીય સેવાઓનો નંબર આવે છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!