GSTV
Home » News » વેરાવળના દરિયા કિનારાથી પ્રવેશનારું વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના આ વિસ્તારને પણ કરી શકે છે અસર

વેરાવળના દરિયા કિનારાથી પ્રવેશનારું વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના આ વિસ્તારને પણ કરી શકે છે અસર

વેરાવળના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશવાનું છે. સૌરાષ્ટ્રથી કંડલા પહોંચી શકે છે. ત્યારે કચ્છના દરિયા કિનારા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. ખાસ કરીને કંડલા બંદરે તંત્રએ એનડીઆરએફની ટીમને તૈનાત કરી છે. કોઈ જાનહાની ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ કંડલા પોર્ટ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.

મહેસાણામાં વાયુ ચક્રવાતના કારણે વાતાવરણમાં પલટો

વાયુ ચક્રવાતની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. મહેસાણા જીલ્લામાં વાયુ ચક્રવાતના કારણે વાતાવરણ અચાનક બદલાઈ ગયુ છે. વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસની શરૂઆત થઈ. જાણે કે વાદળોએ આકાશમાં સવારથી અડિંગો જમાવ્યો હોય તેવો નજારો સર્જાયો.

ડીપ-ડીપ્રેશનના કારણે ઉદભવેલા ચક્રવાતની અસરથી મહેસાણામાં ગમે ત્યારે મેઘરાજાની પ્રથમ એન્ટ્રી થઈ શકે છે. અચાનક વાતાવરણ પલટાતા, ધોમ ધગતા તાપમાંથી લોકોને આંશિક રાહત, બફારા અને ઉકળાટથી છુટકારો મળ્યો છે. વાદળો વરસાદના આગમનના એંધાણ લઈને પહોંચ્યા હોય તેવુ વાતાવરણ સર્જાવવાથી મહેસાણાના લોકમાં ખુશી પ્રસરી છે.

  • મહેસાણા જિલ્લામાં વાયુ ના કારણે વાતાવરણમાં દેખ્યો પલટો
  • વાયુની અસર મહેસાણા ના વાતવરણ માં પણ જોવા મળી રહી છે
  • વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે દિવસની થઈ શરૂઆત
  • વાદળો એ જમાવ્યો આકાશમાં અડિંગો
  • ગૅમેત્યારે મહેસાણા માં થઈ શકે છે મેઘરાજા ની પ્રથમ એન્ટ્રી
  • વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં આંશિક રાહત, બફારો અને ઉકળાટ થકી લોકો પરેશાન
  • વાદળો વરસાદ ના આગમનના ઍધાણ લઈ પોહચ્યા હોય તેવું વાતાવરણ થી લોકો માં ખુશી

READ ALSO

Related posts

કર્ણાટકનું રાજકિય સંકટ ચરમસીમા પર પહોંચ્યું, વિધાનસભા બહાર બે બસો પહોંચતા અનેક તર્ક-વિતર્ક

Riyaz Parmar

મામાના ખુનનો બદલો લેવા ભાણેજે રચ્યુ આ કાવતરૂ, પોલીસે કર્યો ખુલાસો

Kaushik Bavishi

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જોવા મળી મોબ લિન્ચિંગની ઘટના, કામ પરથી ઘરે પાછા ફરી રહેલાં યુવક પર હુમલો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!