GSTV
Gujarat Government Advertisement

ટૌકટેનું તાંડવ: લક્ષદ્રીપમાંથી આવતુ વાવાઝોડુ ગુજરાતના આ વિસ્તારમાં ત્રાટકશે, કાંઠા વિસ્તારમાં એલર્ટ રહેવા અપાઈ સૂચના

Last Updated on May 15, 2021 by Pravin Makwana

ગુજરાતના કાંઠે વાવાઝોડું ટૌકટે આવી રહ્યું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રને પણ વાવાઝોડું મોટી અસર કરે એવી શક્યતા છે. ગુજરાતના કાંઠે વાવાઝોડું આવે તેની નવાઈ નથી, પણ આ વાવાઝોડું મે મહિનામાં આવી રહ્યું છે. મે મહિનામાં વાવાઝોડું આવતું હોય એવી છેલ્લા 21 વર્ષની આ પહેલી ઘટના છે.

મે 2001માં ગુજરાતમાં એઆરબી-01 નામે વાવાઝોડું ત્રાટક્યું હતું. એ પછી કોઈ વાવાઝોડું મે મહિનામાં આવ્યું નથી. મે મહિનો ગુજરાતમાં ગરમીનો મહિનો છે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું હોય ત્યારે સામાન્ય રીતે વાવાઝોડા ત્રાટકતા હોય છે.

એઆરબી-01 વાવાઝોડુ કાંઠે પહોંચ્યુ ત્યારે નરમ પડી ગયું હોવાથી ખાસ નુકસાન થયું ન હતું. જૂન મહિના પહેલા આવે તો તેને પ્રિ-મોન્સુન સાયકલોન, જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં આવે તો તેને પોસ્ટ-મોન્સુન સાયકલોન કહેવામાં આવે છે. અરબ સાગરમાં સર્જાતા વાવાઝોડા સામાન્ય રીતે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં હોય છે. 

1999થી આજ સુધીમાં મે મહિનામાં કુલ 17 વાવાઝોડા સર્જાયા છે, પરંતુ એ સમુદ્રમાં જ વિસજત થયા છે, કાંઠા સુધી પહોંચ્યા ન હતા. ટૌકતે પહેલું વાવાઝોડું છે, જે કાંઠા તરફ ધસમસતું આગળ વધી રહ્યું છે. 1999થી આજ સુધીમાં ઓક્ટોબરમાં 23 અને નવેમ્બરમાં 20 વાવાઝોડા સર્જાયા છે.

આ વાવાઝોડાનો પાથ પણ અલગ છે. ટૌકતે લક્ષદ્વિપ પાસે પેદા થયુ છે. ત્યાંથી એ સીધું કાંઠે થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. જોકે અત્યારે વાવાઝોડાની અસર હેઠળ કેરળના કાંઠે ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી સોમ-મંગળવાર દરમિયાન ગુજરાતમાં એ ભાવનગરથી પોરબંદર વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે.

આ વાવાઝોડુ કાંઠે પહોંચે ત્યાં સુધીમાં 118થી 165 કિલોમીટરની પ્રચંડ ઝડપ હાંસલ કરે એવી શક્યતા છે. ભારે પવન અને સાથે અનારાધાર વરસાદ પડશે તો કાંઠા વિસ્તારમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ શકે છે.  માટે કેરળથી ગુજરાત સહિતના કાંઠા વિસ્તારને હાઈ-એલર્ટ પર રહેવા હવામાન નિષ્ણાતોએ ભલામણ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!