GSTV

કુદરતનો કેર/ અમેરિકામાં હરિકેન નિકોલસ જોખમી વાવાઝોડા ત્રાટક્યું, પાંચ લાખ લોકો વીજળીથી વંચિત

અમેરિકા

Last Updated on September 15, 2021 by Bansari

હરિકેન નિકોલસ જોખમી વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરીને મંગળવારે તે ટેક્સાસમાં ત્રાટક્યું છે. તેના લીધે 20 ઇંચ જેટલો વરસાદ ત્રાટકે તેમ માનવામાં આવે છે. આ જ વિસ્તારમાં ૨૦૧૭માં હરિકેન હાર્વે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાના લીધે વિનાશક પૂર આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. નિકોલસનું આગમન માતરગોડા પેનિન્સુલાના પૂર્વી કાંઠે થયું છે. તે ટેક્સાસના હ્યુસ્ટનથી ૫૦ કિ.મી. દૂર છે. તેમા મહત્તમ પ્રતિ કલાક ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એમ નેશનલ હરિકેન સેન્ટર મિયામીએ જણાવ્યું હતું. ૨૦૨૧ની એટલાન્ટિક હરિકેન સીઝનમાં નિકોલસ ૧૪માં વાવાઝોડું છે.

હ્યુસ્ટનની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે

એક આ વાવાઝોડું ઉત્તરમાં ઉત્તરપૂર્વ તરફ પ્રતિ કલાક 15 કિ.મી.ની ઝડપે ખસી રહ્યું છે. નિકોલસ વાવાઝોડાનું કેન્દ્ર મંગળવારે ધીમે-ધીમે દક્ષિણ-પશ્ચિમ ટેક્સાસની ઉપર આવશે અને પછી દક્ષિણપશ્ચિમ લુઇસિયાના તરફ જશે. નિકાલસ વાવાઝોડાના લીધે કેટલો વરસાદ પડશે તે હજી સુધી નિશ્ચિતપણે કહી શકાતું નથી. વાવાઝોડાના લીધે પૂરગ્રસ્ત હ્યુસ્ટનની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ટક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ હ્યુસ્ટન વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારો માટે બચાવ ટુકડી મોકલી દીધી છે અને સંસાધનો ફાળવી દીધા છે. હાર્વે વાવાઝોડા વખતે ટેક્સાસમાં 68ના મોત થયા હતા અને તેમાથી 36 મોત તો હ્યુસ્ટનમાં જ થયા હતા. તે વખતે 2.5 અબજ ડોલરની સહાય મળી હતી. તેની સાથે ભાવિ વાવાઝોડાને પહોંચી વળવા માટે 181 પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે મંજૂરી મળી હતી, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા

ભારે વરસાદના લીધે શહેરના રસ્તાઓ અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હ્યુસ્ટનમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચારથી સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ટેક્સાસના ગેલ્વેસ્ટોનમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ટેક્સાસ રાજ્યમાં અને હ્યુસ્ટન શહેરમાં પાંચ લાખ લોકો અને કારોબારો વીજળીથી વંચિત છે.આ વાવાઝોડાના લીધે ટેક્સાસ, લુઇસિયાના અને મિસિસિપી રાજ્ય પર અસર પડી શકે છે. તેમા પણ લુઇસિયાનો તો હમણા જ ઇડાએ વેરેલી તારાજીનો ભોગ બન્યું હતું. તેના પછી તેના પર આ બીજી આફત હશે.

Read Also

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!