GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અરબ સાગરમાંથી ભયાનક વાવાઝોડું ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠે ત્રાટકવાની સંભાવના, ભારે વરસાદની શક્યતા

વાવાઝોડું

એમ્ફાન વાવાઝોડાંની અસર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક વાવાઝોડાંની તૈયારી થવા લાગી છે. આ વખતે વાવાઝોડું બંગાળના અખાતમાં નહીં, અરબ સાગરમાંથી પેદા થાય એવી શક્યતા છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.

જો એ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છે. થોડા સમય પહેલા કોચિન સ્થિત કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકોએ પણ એવુ તારણ રજૂ કર્યું હતું કે છેલ્લા ૬૦ વર્ષમાં અરબ સાગરમાં ચોમાસા પૂર્વેની વાવાઝોડાંની ગતિવિધિ સતત વધી છે. આ વાવાઝોડું કદાચ ૩૦મી મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

અલબત્ત, વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને તેજ પવનનો સામનો કરવો પડશે. સ્કાયમેટના પ્રેસિડેન્ટ મહેશ પાલવતે જણાવ્યું હતુું કે અત્યારે અરબ સાગરમાં કોઈ ડિપ્રેશન નથી. પરંતુ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં સાઈકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ સ્થિતિ હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આવી સ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું.

એમ્ફાન ૧૫મી મે આસપાસ સક્રિય થયું હતું અને આગળ વધતાં શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાયું હતું. જોકે એમ્ફાન જેવું જ શક્તિશાળી આ વાવાઝોડું હોઈ શકે કે કેેમ એ અંગે પાલવાતે કહ્યું હતું કે અત્યારથી એ વિશે કશું કહેવું વહેલું ગણાશે. અત્યારે હવામાન પર નજર રાખવાનો સમય છે. અલબત્ત, તેમણે જણાવ્યું હતું કે જુનના આરંભા ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો છે જ. બંગાળના અખાત કરતાં અરબ સાગરમાં ઓછા વાવાઝોડાં પેદા થાય છે.

પરંતુ આ બન્ને ક્ષેત્રોમાં વાવાઝોડાની કોઈ ચોક્કસ પેટર્ન નથી, જેવી એટલાન્ટિકમાંથી પેદા થઈ અમેરિકામાં ત્રાટકતા વાવાઝોડાંની છે. માટે અરબ સાગર કે બંગાળના અખાતમાં ક્યારેક બે-ત્રણ વરસ સુધી વાવાઝોડાં જોવા નથી મળતાં તો ક્યારેક એક પછી એક સાઈકલોન નોંધાય છે. જોકે આ વાવાઝોડું સર્જાય તો પણ ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠે વરસાદ વરસાવી ઓમાન તરફ ફંટાઈ જાય એવી શક્યતા પણ છે.

Read Also

Related posts

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari

વાલીઓની માંગ મંજુર: NEET અને JEE હાલ પૂરતી મોકૂફ, હવે લેવાશે સપ્ટેમ્બરમાં પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!