GSTV
Gujarat Government Advertisement

આશ્ચર્યમ / 120 વર્ષ સુધી યુવાન દેખાતા આ લોકો હંમેશા રહે છે ખુશ અને સ્વસ્થ, જાણો આ આદિજાતિ વિશે…

Last Updated on April 24, 2021 by Bansari

ઉંમર લોકોના ચહેરાથી લઇ ફિટનેસ સુધી દેખાવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે કાશ્મીર ઘાટીની એક આદિજાતિ છે, જેની સરેરાશ ઉંમર 120 વર્ષ હોય છે અને હંમેશા જુવાન રહે છે? અનેક પ્રકારના લોકોએ આ લોકો સાથે સમય વિતાવ્યો છે, જે તેમની ખૂબ જ પ્રશંસા કરે છે.

તેમની લાંબી ઉંમર પાછળનું મુખ્ય કારણ છે તેમની સ્વસ્થ જીવનશૈલી. અહીં રહેતા લોકો એ જ ખાય છે, જે તે પોતે ઉગાડે છે. હુંજા આદિજાતિના લોકો જરદાળુ અને તડકામાં સુકવેલા અખરોટ ખૂબ ખાય છે. અનાજમાં તેઓ જવ, બાજરી અને કટુ ખાય છે. તેઓ માત્ર બે ટંક જમે છે.

એક અન્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે અહીંના લોકો પીવા અને ન્હાવા માટે ગ્લેશિયરના પાણીનો ઉપયોગ કરે છે.

વૈજ્ઞાનિક ડો. રોબર્ટ મેક્કૈરિસન ઘણા વર્ષો સુધી તેમની સાથે રહ્યા છે અને તેમણે જણાવ્યું કે, ત્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોગથી પીડિત નથી.

પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ગિલગિત-બાલ્ટિસ્તાનના પર્વતો વચ્ચેના ગામડામાં હુંજા આદિજાતિના લોકો રહે છે. તેમની સરેરાશ ઉંમર 110થી 120 વર્ષની હોય છે. અમુક લોકો તો 150 વર્ષ સુધી જીવિત રહે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષના યુવાન જેવા દેખાય છે. જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે. આ વાત ડોક્ટર્સ માટે પણ રહસ્ય બનેલી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!