કોઈ પણ જંગલ હાથીઓ વિના સુનૂ લાગે. આ જ કારણ છે કે, જંગલમાં હાથીઓ દેખાઈ જતાં હોય છે. હાથી જેટલો મોટો છે, તેનો ખોરાક પણ એટલો વધારે હોય છે. એટલા માટે જ્યારે પણ હાથી ભૂખ્યો થાય છે, ત્યારે તે કોઈ પણ ઝાડના મૂળિયા ઉખેડવા માટે પણ સક્ષમ હોય છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ભૂખ લાગતા ઝાડ પાનની જગ્યાએ હેલ્મેટ ખાવા જઈ રહ્યો છે. હાથીનો આ પ્રકારનો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
Someone please tell this hungry gentle giant that helmet is a life saver only by wearing it & not by eating it 😁 pic.twitter.com/rgA3bjoJgy
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) June 10, 2021
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હાથી રોડ કિનારે ઉભેલા બાઈક પર હેલ્મેટ પડ્યુ છે, તે સૂંઢથી ઉતારી ખાવાનું સમજીને મોઢા નાખી ચાલતી પકડે છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ અંગુસામીએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ હતું કે, કોઈ આ ભૂખ્યા સજ્જનને કહો કે, હેલ્મેટ પહેરવાથી જીવનની રક્ષા થાય છે તેને ખાવાથી નહીં.
READ ALSO
- ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ