GSTV

ગાય ખેતરનો પાક ખાઈ જતી હોવાના કારણે રૂમમાં પુરી દેતા 17 ગાયો ભૂખથી તડપીને મરી ગઈ

મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક એવી ઘટના બની હતી કે જેના કારણે ગૌભકતોને ભારે દુ:ખ થયું હતું. એક શાળાના રૂમમાં દસ ગાયો સહિત ઢોરોને બંધ કરી દીધા હતા, પરિમામે ભુખ-તરસના કારણે તમામ 17 ઢોર માર્યા ગયા હતા.ગ્વાલિયરના ડબરા ગામમાં આવેલી એક મિડલ સ્કુલમાં દસ ગાયો સહિત 17 ઢોરોને એક જ રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. જ્યારે તમામના મોત થઇ જતાં ખૂદ ગ્રામજનોએ જ ગામમાં ખાડો ખોદી તેમને દફનાવી દીધા હતા.આ સમાચાર અન્યો સુધી પહોંચે તેની પહેલાં જ ગ્રામજનો એ ઉંડો ખાડો ખોદીને 17 ઢોરોને એક સાથે તેમાં નાંખી દીધા હતા, એમ પોલીસે કહ્યું હતું.ઘટના પર શોક વ્યક્ત કરતાં મુખ્ય મંત્રી કમલનાથે તેની તપાસનો આદેશ કર્યો હતો.

ગ્રામજનો તમામ ગાયોને દફનાવતા હતા ત્યાં…

ગ્રામજનોએ તમામને દફનાવવાની શરૂઆત કરતાં જ  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ઘટના  સ્થળે પહોંચી ગઇ હતી.ઘટના સ્થળે મંગાવાવમાં આવેલા જેસીબી મશીનના ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો અને તેના જેસીબીને જપ્ત કરી લીધો હતો.ગામમાં મિડલ સ્કુલમાં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું જોઇ કોઇને જિલ્લા વહીવટી તંત્રને તેની જાણ કરી દીધી હતી. ગ્રામજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે  ગાય સહિતના ઢોર ખેડૂતોના ઊભા પાકને ખઇ જતા હતા તો તેમને રોકવા માટે આ કૃત્ય કરાયું હતું.

ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા

ગાયો દ્વારા પાકને ખરાબ કરતાં ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને તમામ ઢોરને સજા કરવા નક્કી કર્યું હતું. એક દિવસે તેમણે  દસ ગાયો સહિત 17 ઢોરોને પકડીને ગામની શાળામાં જ બંધ કરી દીધા હતા.ત્યાર પછી એક સપ્તાહ સુધી ગાયોને ઘાસ અથવા અન્ય કોઇ ખાદ્ય સામાગ્રી આપવામાં આવી નહતી. અંતે તમામ ગાયો રિબાઇને મરી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં ગૌભક્તોને બહુ દુ:ખ થયું હતું.

મૃત પશુઓની દુર્ગંધે ગામને લીધું ભરડામાં

જ્યારે મૃત પશુઓની દુર્ગંધે આખા ગામને ભરડામાં લેતાં તમામને એક ખાડામાં દફનાવી દેવા નક્કી કરાયું હતું. ઘટનાની જાણ થતાં ગૌભક્તોએ રસ્તો જામ કરી દીધો હતો.એસડીએમ એ કહ્યું હતું કે હાલમાં ગાયોના મૃત્યદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવશે. ઘટનામાં જે કોઇ પણ સંડોવાયેલો હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું નિવેદન

ગાયોના મોત પર પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણે કહ્યુ હતું કે હાલની સરકારે દરેક ગામમાં ગૌ શાળા ખોલવાનો વાયદો કર્યો હતો, તો અત્યાર સુધી કેમ બનાવી નથી કમલનાથ સરકાર તેનો જવાબ આપે.જો કમલનાથ સરકારે ગૌ શાળા બનાવી દીધી હોત તો આ ઢોોરને બચાવી શકયા હોત.

READ ALSO

Related posts

મોદી સરકાર લાવવા જઈ રહી છે એક એવો કાયદો જેમાં આરોપીને થશે 5 વર્ષની સજા અને 50 કરોડ સુધીનો દંડ

Mayur

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!