કુંવારી છોકરીઓનાં લોહીથી સ્નાન કરવાની આદત હતી, 600થી વધુ કુંવારીઓને મોતને ઘાટ ઉતારી

તમે વિશ્વભરમાં ખૂનીઓનાં કિસ્સા સાંભળ્યાં હશે. પરંતુ આ લિસ્ટમાં કેટલીક એવી સ્ત્રીઓ પણ શામેલ છે કે જેના નામ પર લોકો થરથર કાંપતા હતા. એવી જ એક સિરિયલ કીલર હતી એલિઝાબેથ બાથરી. જે કુવાંરી છોકરીઓનાં લોહીથી સ્નાન કરતી હતી.

600થી વધુ છોકરીઓને મોતને ઘાટ ઉતારી

સિરિયલ કીલર એલિઝાબેથ બાથરીની ખતરનાક કહાણી લગભગ 400 વર્ષ જૂની છે. તે મોટી હાઇ પ્રોફાઇલ સ્ત્રી હતી. ઇતિહાસના પાનામાં નોંધાયેલા તેની ખૂની વાર્તા મુજબ, હંગરી સામ્રાજ્યની આ સીરિયલ કિલરે 1585થી 1610ની વચ્ચે લગભગ 600થી વધુ છોકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

રહેવું હતુ જીંદગીભર જુવાન અને સુંદર

એલિઝાબેથ બાથરીને ખબર નહીં ક્યાંથી ખબર પડી કે જો તે કુંવારી છોકરીઓના લોહીથી સ્નાન કરશે તો જીંદગીભર જુવાન અને સુંદર રહેશે. બસ તેની આ જ લાલચનાં કારણે તેણે કતલ કરવાનુ ચાલુ કર્યું અને તે મૃત્યુનું બીજું નામ બની ગયું. એલિઝાબેથ પોતાની જવાનીને જાળવી રાખવા માટે કુંવારી છોકરીઓના કતલ કરીને તેમના લોહીથી નહાતી હતી.

કરીઓ નાજુક અંગોને સળગાવી દેતી

એનાં શિકારને એલિઝાબેથ તડપાવી તડપાવીને મારતી હતી. તે છોકરીઓની હત્યા કરતા પહેલા તેમની સાથે ખૂબ જ અત્યાચાર કરતી હતી. તે એટલી હદ સુધી જતી હતી કે છોકરીઓ નાજુક અંગોને એમનેમ સળગાવી દેતી હતી. આ કામમાં તેના નોકર પણ તેની મદદ કરતા હતા.

એલિઝાબેથને મહેલમાં જ કેદ કરવામાં આવી હતી. સજા મળ્યાનાં લગભગ ચાર વર્ષ પછી 1614માં તે મૃત્યુ પામી. એલિઝાબેથના જીવન પર ઘણા પુસ્તકો લખાયા છે. અને ફિલ્મો પણ બનાવ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter