GSTV
News Trending World

દહેશત/ ગ્રીસના જંગલોમાં લાગેલી આગ પાંચમા દિવસે પણ યથાવત, આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ

જંગલો

યુરોપીય દેશ ગ્રીસના જંગલોમાં લાગેલી આગ પર પાંચમા દિવસે પણ કાબૂ મેળવી શકાયો નથી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે તો કેટલાક લોકો ડરીને પોતાનુ ઘર છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે. જાણકારી અનુસાર આગના કારણે છ શહેરોને એલર્ટ પર રખાયા છે. એથેન્સના ઉત્તરમાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જ્વાળાઓ એટલી તેજ છે કે આ સમુદ્ર તટની નજીક પહોંચી ગઈ છે.

બેકાબૂ આગના કારણે દેશમાં ભીષણ ગરમી

વર્તમાનમાં ગ્રીસમાં ત્રણ મોટા જંગલની આગ ફેલાઈ રહી છે. જે ત્રણ દાયકામાં સૌથી ભીષણ ગરમીનુ પરિણામ છે. પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. આ દરમિયાન એક સ્વયંસેવી ફાયરફાઈટરનુ શુક્રવારે મૃત્યુ થઈ ગયુ અને ગત સપ્તાહમાં ઓછામાં ઓછા 20 લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી.

દેશના બીજા સૌથી મોટા દ્વીપ એવિયા, એથેન્સના પૂર્વમાં મંગળવારે ભીષણ આગ લાગી. આગની ચપેટમાં આવવાથી હજારો એકર પ્રાચીન જંગલ સંપદા બળી ગઈ જેણે દેશને ઉત્તરી ભાગને અલગ-અલગ કરી દીધા.

ગ્રીસમાં 64 જંગલ વિસ્તાર હજુ પણ આગની ચપેટમાં

ફાયર ફાઈટર્સને ખતરનાક, અભૂતપૂર્વ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો કેમ કે તેમને 154 જંગલોની આગથી ઝઝૂમવુ પડ્યુ. ત્યાં 64 જંગલ વિસ્તાર હજુ પણ રાતે બળી રહ્યા હતા. મુખ્ય ભૂમિ અને આસપાસના દ્વીપ ઈવિયાના ડઝન ગામ માટે નિકાસી આદેશ જારી કરવામાં આવ્યા હતા, સાથે જ એથેન્સના જંગલી કિનારા સ્થિત દૂરની વસાહતોના વિસ્તારને ખાલી કરવાનુ કહેવામાં આવ્યુ છે. આ ખતરનાક આગની ચપેટમાં આવવાથી કરોડો ઘર અને વ્યવસાય નષ્ટ થઈ ગયા છે. જોકે અધિકારીઓએ હજુ સુધી વિસ્તૃત આંકડા પ્રદાન કરી શક્યા નથી.

Read Also

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

‘શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે…?’ ખડગેએ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન

Padma Patel

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV