GSTV

વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા સિડનીનાં બીચ પર સેંકડો પક્ષીઓનાં મોત, ભયાનક છે મોતની તસવીરો

સિડનીના પ્રખ્યાત બીચનો નજારો આ દિવસોમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગે છે. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરનાર આ બીચ પર ચારોતરફ સેંકડો પક્ષીઓ મૃત હાલતમાં પડ્યા છે. સિડનીમાં બોંડી, મૈનલે અને ક્રોન્યુલા દરિયાકિનારા મૃત પક્ષીઓથી ભરેલા હતા. માનવામાં આવે છે કે, ઉનાળાના દિવસો દરમ્યાન અલાસ્કાથી નિકળ્યા બાદ પક્ષીઓનું આ વિશાળ ઝુંડ સંવર્ધન માટે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ વિસ્તારોમાં જઈ રહ્યા હતા, પરંતુ સિડની પાસે અસામાન્ય પર્યાવરણને આ પક્ષીઓ સહન કરી શક્યા નહીં.

પક્ષીઓ ભૂખને લીધે મૃત્યુ પામ્યા

ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા અઠવાડિયાથી સિડનીની આજુબાજુ ભારે આગ લાગી છે, જેની જ્વાળાઓ શહેરો સુધી પહોંચી ગઈ છે. આ આગમાં લાખો કિલોમીટરનું જંગલ નાશ પામ્યું છે. જો કે સ્થાનિક નિષ્ણાતો માને છે કે આ પક્ષીઓ ભૂખને લીધે મૃત્યુ પામ્યા છે. અલાસ્કાથી પાછા ફરતી વખતે પક્ષીઓના મૃત્યુ થયાના અહેવાલો આવતા રહે છે, જોકે આ વખતે આ સંખ્યા ખૂબ મોટી છે.

પક્ષીઓની અલાસ્કાથી 14,000 કિલોમીટરની મુસાફરી

અલાસ્કાથી 14,000 કિલોમીટરની મુસાફરી કરવી એ આ શીયર વોટર પક્ષીઓના જીવનમાં સામાન્ય ઘટના છે. ઠંડા વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા આ પક્ષીઓ ઓસ્ટ્રેલિયામાં તાપમાન વધતાં બરફથી ઢંકાયેલ અલાસ્કા તરફ જતા રહે છે. અલાસ્કાથી પાછા ફરતી વખતે વિશાળ પ્રશાંત મહાસાગરમાં હાજર માછલીઓને જ તેઓ શિકાર બનાવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સમુદ્રના વધતા તાપમાનને કારણે માછલીઓ કદાચ પાણીની સપાટી ઉપર આવી રહી ન હતી, તેથી પક્ષીઓ ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે.

પાણીના વધતા તાપમાનથી બહાર નથી આવી રહી માછલીઓ

 બર્ડલાઇફ વારનામ્બુલના પ્રમુખ પીટર બેરન્ડના જણાવ્યા મુજબ દર સીઝનમાં લગભગ 30,000 પક્ષીઓ વિક્ટોરિયાના ગ્રીફિથ આઇલેન્ડ પર પાછા ફરે છે, પરંતુ આ વખતે સંખ્યા અડધી થઈ ગઈ છે, જેને તેઓ ચિંતાનો વિષય માને છે. પીટરના કહેવા પ્રમાણે, “પાણીના વધતા તાપમાનને લીધે માછલીઓ ઉપર આવી રહી નથી અને તેના કારણે પક્ષીઓને શિકાર મળી રહ્યો નથી.” તેઓ કહે છે કે, “કંઈક તો ભયંકર ઘટના બની રહી છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે.”

ફિશ અને વાઇલ્ડલાઇફ સર્વિસે વેબસાઇટ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આવી ઘટનાઓ જૂનના અંતિમ દિવસોમાં અલાસ્કાના કાંઠે શરૂ થાય છે અને ઓગસ્ટ સુધીમાં ઘણા બીચો મૃત પક્ષીઓથી ભરેલા હોય છે.” આજકાલ રશિયાના ચુકોટકા દ્વીપકલ્પમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. નિષ્ણાતોના મતે સિડનીમાં હજારો મૃત પક્ષીઓની પૂરી તસવીરો બતાવતા નથી. જો આખી ઘટના બહાર આવી જાય તો તે ભયાનક હશે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!