GSTV
Home » News » વાયુ ચક્રવાત જેવી વિપદા સામે માનવતામહેકી ઉઠી, સમગ્ર ગુજરાતમાંથી મદદ માટે હાથ ઉઠ્યા

વાયુ ચક્રવાત જેવી વિપદા સામે માનવતામહેકી ઉઠી, સમગ્ર ગુજરાતમાંથી મદદ માટે હાથ ઉઠ્યા

ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા સુધી અન્ન પહોંચી રહે તેવા ઉમદા નિર્ધાર સાથે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવી છે…અને ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ. વાત કરીએ પોરબંદરની તો સ્વામિનારાયણ ગુરુકુળે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની આગોતરી તૈયારીઓ જ કરી લીધી હતી..આ સાથે પ્રભાવિત લોકોને જમવા સહિતની વ્યવસ્થા પણ કરી હતી.

તો આવા જ દ્રશ્યો વડોદારમાં જોવા મળ્યા વડોદરામાં તંત્રએ સજ્જ થઇને ફૂડ પેકેટ તૈયાર કર્યા જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા.આ ફૂડ પેકેટો સૌરાષ્ટ્ર કચ્છ સહીતના જિલ્લામાં પહોંચતા કરવાની કામગીરી પણ કરાઇ..મનગરમાં પણ માનવતાની મહેક પ્રસરી અને જુદી-જુદી આઠ જેટલી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે ખાદ્ય સામગ્રી તૈયાર કરાઇ.. આણદાબાવા અને કુંવરબાઈની ધર્મશાળામાં 1 લાખ લોકો માટે ભોજન તૈયાર કરાયુ… ભોજન ઉપરાંત નાસ્તા સહિતનાં પેકેટો તૈયાર કરીને વાવાઝોડાથી પ્રભાવિત સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાં પહોંચતા કરાયા.

જુનાગઢના માંગરોળ અને માળીયાના દરિયાઈ વિસ્તારમાંથી સ્થળાંતરીત કરેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરાઇ..

તો આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ તથા સાધુ સંતોએ પણ ફુડ પેકેટ માટે તૈયારી દર્શાવી જેમાં ભવનાથમાં આવેલ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુએ દ્વારા ૧૫ હજાર ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા..એટલુ જ નહીં હજુ પણ જરૂર પડે તો વધુ મદદ કરવા માટે સંતોએ તૈયારીઓ દર્શાવી છે…તો દ્વારકામાં પણ વરસાદના પગલે સેવાભાવી સંસ્થાઓએ સેવાની ધૂણી ધખાવી છે.

રાહત સામગ્રી એકઠી કરી અંદાજે 4 હજાર ફૂડપેકેડ તૈયાર કરીને અસરગ્રસ્તોને મોકલવાની કામગીરી કરાઇ તો આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે ગુગડી બ્રાહ્મણોએ ભોજનની વ્યવસ્થા કરી…

તો સેવાભાવી કાર્યમાં મહિલાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો….તો અમદાવાદમાં પણ અસરગ્રસ્તોની વ્હારે આવવા માટે કામગીરી આરંભી દેવાઇ..જેમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે લાખ ફુડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન તરફ તોતિંગ ગતીએ વધતી કુદરતી આફત, થઇ શકે છે મોટી તબાહી

Riyaz Parmar

ભારતીય દિવ્યાંગ તરવૈયાનો કમાલ, 11:34 કલાકમાં કેટલિના ચેનલને પાર કરીને રચ્યો ઈતિહાસ

Path Shah

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!