GSTV

ચેતવણી/ ઓનલાઈન ઘરઘાટી કે કેર ટેકર શોધ્યા હોય તો સાચવજો, આયાએ જ 11 માસની બાળકીને વેચવાનો કર્યો પ્રયાસ

Last Updated on August 5, 2021 by Pritesh Mehta

જો તમે ઓનલાઈન ઘરઘાટી કે કેર ટેકર વ્યક્તિની શોધ કરી રહ્યા હોય તો ચેતી જજો. આવો એક કેસ સામે આવ્યો છે જેમાં ઓનલાઈન મળેલી વેબસાઈટના માધ્યમથી 11 માસની બાળકીની કાળજી રાખવા માટે કામે રાખેલી આયાએ જ બાળકીને વેચવાનો પ્રયાસ કર્યો છે. ચાંદખેડા વિસ્તારની આ ઘટનામાં પોલીસે બાળકીની તસ્કરી થાય તેના એક દિવસ પહેલા જ આયાને ઝડપી માનવ તસ્કરીના કારોબરનો પર્દાફાશ કર્યો છે.

ઓનલાઈન
  • ચાંદખેડામાં માનવ તસ્કરીનો પ્રયાસ
  • પોલીસે આયા મહિલાની કરી ધરપકડ
  • પુણેના દંપતીને બાળકી આપવાનું હતું કાવતરું
  • અન્યના બાળકને પોતાનું બાળક બતાવી આપી દેવાનો પ્રયાસ
  • આરોપીની ધરપકડ બાદ માનવ તસ્કરીનો થશે પર્દાફાશ

મહિલાનું નામ છે બિંદુ શર્મા, આ મહિલા ચાંદખેડા વિસ્તારમાં એક દંપતીની દીકરીની આયા તરીકે કામ કરતી હતી. મૂળ પશ્ચિમ બંગાળની આ મહિલાએ ચાંદખેડાના દંપતીની 11 માસની બાળકીને પોતાની બાળકી બતાવી પુણેના દંપનીને વેચવાનું નક્કી કરી મહારાષ્ટ્રના પ્રશાંત કામલે નામના યુવકની મદદથી ત્યાંના દંપતીને બાળકીના ફોટો સહિતની તમામ વિગતો મોકલી હતી. આ ગુનામાં બિંદુ શર્માનો પતિ અમિત શર્મા પણ સામેલ હતો. તેને પણ પોતાને આ બાળકીનો પિતા બતાવી આર્થિક સ્થિતિ સારી ન હોવાની કહીને પુણેમાં ધનાઢય પરિવારના દંપતીને આ બાળકી દત્તક લેવા કીધું હતું. અને બાળકીને લઈને બિંદુ શર્મા આજે પશ્ચિમ બંગાળ જવાની હતી તે પહેલાં જ ચાંદખેડા પોલીસે તેની ધરપકડ કરી છે.

આ ગુનામાં મુખ્યત્વે મુંબઈની ઓનલાઈન આયા સર્વિસ આપતી કંપની હોમ કેર તેમજ પ્રશાંત કામલે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે 3 મહિના પહેલા જ્યારે ચાંદખેડાના દંપતીએ ઓનલાઈન આયા સર્ચ કરતા આ કંપનીએ માત્ર બિંદુ શર્માની જ પ્રોફાઈલ આપી હતી. ત્યારે બિંદુ અને અમિતે મહારાષ્ટ્રના પ્રશાંતની મદદથી આ બાળકીને વેચવાનું કાવતરું રચ્યું હતું. જોકે બાળકીને દત્તક લેનાર પુણેના માતા-પિતાને આ મહિલા પર શંકા જતા તેઓએ પૂણેની પોલીસના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને પુણેની પોલીસે ચાંદખેડા પોલીસનો સંપર્ક કરતા માનવ તસ્કરીના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો.

મહત્વનું છે કે પોલીસે બિંદુની ધરપકડ કરી તેની તપાસ કરતા તેની પાસેથી ગુરુવારના સવારની પુણેની ટ્રેનની ટીકીટ પણ મળી આવી હતી. જેથી આરોપી મહિલા ગુરુવારે જ આ બાળકીને પુણે લઈ વેચી દેવાની ફિરાકમાં હોવાની ખુલ્યું છે. ત્યારે આ ગુનામાં સામે બિન્દુના પતિ અમિત શર્માની પણ ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ ગુનામાં માસ્ટર માઈન્ડ મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે, મહિલા આરોપી બિંદુ શર્મા અગાઉ કોના-કોના ઘરે આયા તરીકે કામ કરી ચુકી છે અને કેટલા બાળકોને પોતાની બાળક બતાવીને વેચી ચુકી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રશાંત કાંબલેની ધરપકડ બાદ માનવ તસ્કરીનો નેટર્વક ઝડપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે, પોલીસે તમામ માતા પિતા જે પોતાના બાળકો માટે આયા રાખે છે તેઓને પણ અપીલ કરી છે કે ઘરઘાટી હોય કે આયા તેનું પોલીસ વેરિફિકેશન કરાવે નહીંતર આવી ઘટના તેઓ સાથે પણ બની શકે છે. જોકે આ ઘટનામાં પુણેના જાગૃત દંપતીના સજાગતાને કારણે આ બાળકી વેચાતા બચી ગઈ છે પરંતુ અન્ય કોઈ બાળકી સાથે આવું ન થાય તે માટે માતા પિતાની સજાગતા ખૂબ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!