GSTV
News Trending World

UNના મંચ પરથી ઇઝરાયેલે ફાડ્યો માનવાધિકારનો રિપોર્ટ, એમ્બેસડરે કહ્યું – ‘તેની સાચી જગ્યા કચરા ટોપલી’

ઇઝરાયેલે

ઇઝરાયેલના એમ્બેસેડર ગિલાદ એર્દન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના મંચ પરથી સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની વાર્ષિક રિપોર્ટ ફાડી નાખી છે. એમ્બેસડરે આ સમયે કહ્યું કે તેની યોગ્ય જગ્યા કચરાટોપલીમાં છે, આનો કોઇ ઉપયોગ નથી. તેમણે રિપોર્ટને પક્ષપાતિ હોવાનો આરોપ લાગવ્યો છે.

શું છે રિપોર્ટમાં

ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક બેઠક બોલાવી હતી. બેઠકમાં અધ્યક્ષ મિશેલ બાચેલેટ મહાસભાના તમામ સભ્ય દેશની સામે વાર્ષિક રિપોર્ટ રજુ કરી હતી. રિપોર્ટને ગાઝા પર ઇઝરાયેલના કબજા બાદ રચના કરવામાં આવેલી એક તપાસ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં 67 બાળકો, 40 મહિલાઓ અને 16 વૃદ્ધો સહિત 260 પેલેસ્ટાઇન નાગરિકોના દાવો કરવામાં આવ્યો છે. UNHRCની રિપોર્ટમાં ગાઝા પર ક્રૂર હુમલા માટે ઇઝરાયેલની નિંદા કરવામાં આવી છે.

UNHRC પર લગાવ્યો આરોપ

ઇઝરાયેલના રાજદૂત ગિલાદ એર્દને મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે ઇઝરાયેલની સ્થાપના બાદથી માનવઅધિકાર પરિષદે દુનિયાના અન્ય દેશોની સામે 142ની સામે 85 વખત ઇઝરાયેલની નિંદા કરી છે. તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે પરિષદ નિષ્પક્ષ નથી. આટલું કહેતાની સાથે જ તેમણે રિપોર્ટ ફાડી નાખી અને પોતાનું સંબોધન પુરૂ કરી નાખ્યું.

એકતરફી આરોપ સામે અવાજ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યાની મહિતી આપતે એર્દને ટ્વીટર પર એક વિડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું, આજે મે સંયુક્ત રાષ્ટ્ર સભાને સંબોધિત કરી અને માનવ અધિકારની વાર્ષિક રિપોર્ટના નિરાધાર અને એકતરફી આરોપો સામે અવાજ ઉઠાવી.

Read Also

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV