હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસમાં આરોપીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પોતાનો રિપોર્ટ આપવો પડશે. ગાઈડલાઈન મુજબ, કસ્ટડીમાં મોતના મામલે પોલીસ ગૃહ મંત્રાલયની મદદથી માનવાધિકાર આયોગને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતગાર કરશે. ત્યારે ગૃહ મંત્રાલયની સતત નજર આ ઘટનાક્રમ પર છે અને તમામ અપડેટની જાણકારી લેવામાં આવી રહી છે.

કસ્ટડીમાં મોતના મામલે પહેલાંથી જ નિશ્ચિત ગાઈડલાઈન છે. તે અંતર્ગત રાજ્યને પૂરી ઘટનાની માહિતી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને આપવી પડશે. આ વચ્ચે ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ પહોંચી ગી છે અને ત્યાં તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમમાં ગાંધી હોસ્પિટલના પાંચ વિશેષજ્ઞ સામેલ છે. ઘટનાસ્થળની તસવીરથી ખ્યાલ આવે છે કે આરોપીઓના મૃતદેહ એક બીજાથી 20થી 30 ફુટ દૂર છે. ઘટનાસ્થળ પર પંચનામા પછી ડેડબોડીને મહબૂબનગર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવશે જ્યાં પોસ્ટમોર્ટમ થશે.


હૈદરાબાદ એન્કાઉન્ટર પર કોંગ્રેસના સાંસદ હુસૈન દલવઈએ પણ સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ આ એન્કાઉન્ટરને ખોટું ગણાવ્યું છે તેમજ તેનું સમર્થન ન થઈ શકે તેમ જણાવ્યું છે. હુસૈન દલવઈએ કહ્યું કે પોલીસ કાયદાને પોતાના હાથમાં લઈ, કાયદાકીય પ્રક્રિયાને અવગણી રહી છે.

સાથે જ દલવઈએ આ મામલે તપાસની માગ કરી છે. દલવઈએ વધુમાં કહ્યું કે કેટલાંક લોકો મુસલમાનો અને દલિતના લિચિંગનું સમર્થન કરે છે, કાયદા મુજબ જ તેને સજા મળવી જોઈતી હતી. સાથે જ તેઓએ એન્કાઉન્ટર માટે જવાબદાર પોલીસને સજા મળવી જોઈએ તેવી પણ માગ કરી છે.
READ ALSO
- મોટા સમાચાર/ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ નરેન્દ્ર મોદી, આજે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ફાયદાનો સોદો/ કોરોના વેક્સીન આવવાથી આ સેક્ટરને સૌથી વધુ લાભ, લાખો લોકોને મળશે રોજગાર-નવી નોકરીઓ
- દરરોજના બચાવો માત્ર 200 રૂપિયા અને કમાઓ 3 કરોડ, આપ પણ બની શકો છો આ રીતે કરોડપતિ
- ધાનાણીના ટ્વીટથી રાજકીય ગરમાવો: સીએમ રૂપાણીએ આપ્યો મજબૂત જવાબ, નહિ થાય APMC બંધ
- 9000 કરોડના કૌભાંડી વિજય માલ્યા મામલે મોદી સરકારના મોટા ખુલાસા, જાણી લો પ્રત્યાર્પણ માટે શું કરી રહી છે સરકાર?