GSTV

અહો આશ્ચર્યમ/ 45 મિનિટ સુધી મોતનાં મુખમાં રહ્યો પછી અચાનક જીવિત થયો આ વ્યક્તિ- પરત આવીને ઉજાગર કર્યું મોતની દુનિયાનું રહસ્ય!

Last Updated on November 17, 2020 by pratik shah

દુનિયામાં હાજર તમામ લોકોના હ્રદયમાં ક્યાંક ને ક્યાંક એ જાણવાની તત્પરતા હોય છે કે આખરે મૃત્યુ પછી મનુષ્ય સાથે શું થાય છે. આજ દિવસ સુધી કોઈ પણ મનુષ્ય આ અંગે કોઈ જવાબ આપી શક્યો નથી. પરંતુ 45 વર્ષના માઈકલ મૈપિન્સકીએ વ્યક્તિછે કે જે મોતના 45 મિનિટ પછી ફરીથી જીવિત થઈ ગયો, જી હાં આ વાત સાચી છે આવું તમે કોઈ વાર્તામાં કે કોઈ બુકમાં વાંચ્યુ કે સાંભળ્યું હશે. પરંતુ આ કોઈ વાર્તા નથી પરંતુ સચ્ચાઈ છે.

45 વર્ષના માઈકલ મૈપિન્સકીએ વ્યક્તિછે કે જે મોતના 45 મિનિટ પછી ફરીથી જીવિત થઈ ગયો

નોંધનીય છે કે ડોક્ટર્સે ત્યાં સુધી જણાવ્યું હતું કે આ વ્યક્તિનું હર્દય 45 મિનિટ સુધી ધડક્યું નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી, પરિવારજનો પણ તેના મોતથી દુખી હતી, તે પણ આશ્રચર્યમાં ગરકાવ છે. ઉલ્લેખનીય છે મોત પછી કોઈ વ્યક્તિ પાછો જીવિત થઈ જાય તે પણ એક ચમત્કારથી ઓછું નથી.

એક દિવસ પછી આઠ તારીખે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા

નોંધનીય છે કે 45 વર્ષી માઈકલ નપિનસ્કી 7 નવેમ્બરના રોજ માઉન્ટ રેનિયર નેશનલ પાર્કમાં સ્નેશિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન બરફ વધારે હોવાથી તેઓ પોતાના સાથી સાથે છૂટા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે તેો પરત ના ફરતા તો માઉન્ટેન પર રેસ્કયુ ટીમ મોકલવામાં આવી હતી. આ બર્ફીલા પહાડો વચ્ચે માઈકલની શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ તેમનો ક્યાંય પણ પત્તો લાગ્યો નહોતો. તેના એક દિવસ પછી આઠ તારીખે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે આ દરમ્યાન ડોક્ટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરો તેમની તપાસ કરી અને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ડોક્ટરો તેમની તપાસ કરી અને મૃત જાહેર કરવામાં આવ્યા

તે અંદાજીત 45 મિનિટ સુધી મૃત હાલતમાં રહ્યા પરંતુ ડોક્ટરની ટીમોએ એક એક્સ્ટ્રાકોર્પોરિયલ ઝિલ્લા ઓક્સીજનેશન મશીન સુધી પહોંચાડી દીધા ત્યાં સુધઈ ડોક્ટર્સે હાર માની નહી, અને એક મૃત મનુષ્યને જીવિત કરીને ચમત્કાર કરીને દેખાડ્યો.

મોતના મુખમાંથી પરત ફરતાની સાથે તેમનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એક ભયાનક સપનાથી ઓછું નહોતું. ડોક્ટર્સે મને જીવિત કરીને નવું જીવન પુરુ પાડ્યું છે. હું મારું જીવન અન્યને સમર્પિત કરૂં છું.

ઉલ્લેખનીય છે મોત પછી કોઈ વ્યક્તિ પાછો જીવિત થઈ જાય તે પણ એક ચમત્કારથી ઓછું નથી

જણાવી દઇએ કે ઇસીએમઓ દ્વારા બ્લડ શરીરમાંથી હાર્ટ-ફેફસાની મશીનથી બહાર પંપ કરવામાં આવે છે જે કાર્બન ડાયઓક્સાઇડને હટાવે છે અને શરીરમાં ઓક્સીજનથી ભરેલા લોહીને પરત ટિશ્યુમાં મોકલે છે.

આ પ્રક્રિયાનો ઉપયોગ હાલ કોવિડ-19ના દર્દીઓના ઇલાજ માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ તે ખૂબ જ મુશ્કેલ, મોંઘી અને જોખમભરેલી ટ્રીટમેન્ટ છે. જેમાં દર્દીના બચવાની શક્યતા બિલકુલ નથી હોતી.

તસવીરમાં નજરે આવી રહેલી મશીન જ ECMO મશીન છે. આમ તો તેનો ઉપયોગ સામાન્ય રીતે નવજાત બાળકો માટે કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ વયસ્કો માટે પણ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં ફક્ત 264 હોસ્પિટલોમાં ઇસીએમઓ મશીન છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!