જોરદાર ઠગાણી: બહેનપણી સાથે લગ્ન કરવા માટે પુરૂષ બની, પણ અફસોસ કે…

ઘણીવાર ધોખાધડીનાં એવા કેસ સામે આવતા હોય છે કે બધા થોડો વકત વિચારવા માટે મજબુર થઈ જાય. કેરળમાં એક છોકરીને પોતાની બહેનપણી એટલી પસંદ હતી કે, તેણે તેની સાથે સાત જન્મ રહેવાનો વાયદો કરી લીધો. યુવતીને ખબર હતી કે, તેના પરિવારજનો આ માટે તૈયાર નહી થાય, એટલા માટે તેણે ઝેન્ડર ચેન્જ કરાવીને છોકરો બનવાનો નિર્ણય લીધો. હવે જ્યારે યુવતીએ સર્જરી કરાવી યુવક બની ગઈ તો, ગર્લફ્રેન્ડે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.

આ મામલો કેરલના કોઝિકોડનો છે. 22 વર્ષની અર્ચનાને પોતાની બહેનપણી એટલી પસંદ હતી કે, તે બંનેએ હંમેશા એક બીજાની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેને ખબર હતી કે સમાજ તેમના આ સંબંધને ક્યારે પણ નહી અપનાવે. આ કારણથી અર્ચનાએ પોતાનો ઝેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય લીધો. અર્ચના સેક્સ ચેન્જ કરાવ્યા બાદ હવે દીપૂ આર દર્શન બની ગયો હતો. દીપૂ અનુસાર હવે તેની મિત્ર તેની સાથે લગ્ન નથી કરવા માંગતી. આ યુવતીના લગ્ન હવે વડકરામાં કોઈ અન્ય પુરૂષ સાથે નક્કી પણ થઈ ગયા છે.

પેરૂવન્નમુઝીની રહેવાસી દીપૂએ પોતાની મિત્ર સાથે લગ્ન કરવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા. દીપૂએ જણાવ્યું કે, મિત્ર સાથે લગ્ન કરવા માટે તેણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં સર્જરી માટે લગભગ બે લાખ જેટલો ખર્ચ કર્યો. દીપૂએ જણાવ્યું કે, તેની મિત્ર હવે તેની સાથે વાત કરવા પણ તૈયાર નથી. દીપૂનું કહેવું છે કે, તેની મિત્રએ જ તેને આવું કરવાનું કહ્યું હતું હવે તે તેને છોડી કોઈ અન્ય પુરૂષ સાથે લગ્ન કરવા ઈચ્છે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter