GSTV

ઓફર / આ દેશમાં નર્સોની ભારે અછત, ભરતી કરાવવામાં મદદ કરનારને મળશે 12 હજાર ડોલર

Last Updated on November 25, 2021 by Zainul Ansari

આમ તો કોરોનાકાળમાં આરોગ્યકર્મીઓની અછત દરેક જગ્યાએ જોવા મળી છે. પરંતુ આ મામલે સિંગાપુરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યા હોસ્પિટલો અને ક્લિકનિકોમાં નર્સની ભારે અછત છે. આ સ્થિતિથી બહાર આવવા માટે એક પ્રાઇવેટ હોસ્પિટલ ગ્રુપે અનુભવી નર્સ શોધવા અને તેમની ભરતીમાં મદદ કરનારને 12-12 હજાર સિંગાપુર ડોલર આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

નર્સ

ફ્રેશર્સ નર્સ પણ જોઈએ

ગુરૂવારે પ્રકાશિત સમાચાર મુજબ હોસ્પિટલે તાજેતરમાં સ્નાતક કરતી નર્સ શોધવા અને તેની ભરતીમાં મદદ કરનાર કર્મચારીઓને પણ ઓછામાં ઓછા 3600 સિંગાપોર ડોલર આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. કોવિડ-29 મહામારીએ નર્સોની અછતની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધો છે. ખાનગી હોસ્પિટલ સમૂહના એક અધિકારીએ જણાવ્યું કે દરેક જગ્યાએ નર્સોની ભારે અચત છે.

કેમ નર્સ સિંગાપોરથી બહાર જતી રહે છે

તેણે જણાવ્યું કે વિદેશી નર્સ સિંગાપોરમાં અનુભવ લઈ કેનેડા જેવા દેશોમાં સારી નોકરીઓ માટે જતી રહી છે, કારણ કે સિંગાપોરમાં તેમને કાયમી રહેઠાણ મેળવવાની તક ઓછી હોય છે. તેમનું અહીં કોઈ ભવિષ્ય નથી. ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં પ્રથમ વખત ગત વર્ષે નર્સોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ વર્ષે સ્થિતિ વધુ ખરાબ છે. ઘણા આરોગ્યકર્મીઓએ વૈશ્વિક મહામારી દરમિયાન ભારે દબાણ અને કામના કલાકોને કારણે ઘણા રાજીનામું આપ્યું છે, જ્યારે કેટલીક વિદેશી નર્સો ઘરે અથવા અન્ય દેશમાં જતી રહી છે. ગયા વર્ષે બે દાયકાથી વધુમાં પ્રથમ વખત સિંગાપોરમાં કામ કરતી નર્સોની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ વર્ષે સ્થિતિ વધુ ખરાબ છે.

મોટી સંખ્યામાં વિદેશી આરોગ્યકર્મીઓએ આપ્યું રાજીનામું

આરોગ્ય રાજ્યના વરિષ્ઠ પ્રધાન જનિલ પુથુચેરીએ આ મહિનાની શરૂઆતમાં સંસદમાં જણાવ્યું હતું કે 2021ના પ્રથમ છ મહિનામાં આશરે 2000 આરોગ્ય કર્મચારીઓએ રાજીનામું આપ્યું હતું, જ્યારે મહામારી પહેલા રાજીનામું આપનારા આરોગ્ય કર્મચારીઓની સંખ્યા વાર્ષિક 2000ની આસપાસ હતી. વિદેશી આરોગ્ય કર્મચારીઓએ પણ રાજીનામું આપી દીધું છે. મહામારી દરમિયાન ભારે તણાવ અને કામના કલાકોના દબાણને કારણે ઘણા આરોગ્ય કર્મચારીઓએ તેમની નોકરી છોડી દીધી છે.

નર્સ

થાકી ચુકી છે સ્થાનિક નર્સ

IHH હેલ્થકેર સિંગાપોરના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નોએલ યેઓએ જણાવ્યું હતું કે અમારા ઘણા વિદેશી કર્મચારીઓ બીજા દેશમાં જતા રહ્યા છે અથવા પોતાના વતન પાછા ફર્યા છે. જે સ્થાનિક કર્મીઓ બાકી છે તેઓ વધુ પડતા કામના કલાકોને કારણે થાકી ગયા છે અને તેમને આરામની જરૂર છે. IHH હેલ્થકેર સિંગાપોર ચાર હોસ્પિટલોને આવરી લે છે. આ કારણોસર હોસ્પિટલ સમૂહે વધુ નર્સો શોધવા અને તેમની ભરતી કરાવનારને કર્મચારીઓને ફી ચૂકવવાની ઓફર કરવી પડી હતી.

એક નર્સને ટ્રેન્ડ કરવામાં ઓછામાં ઓછા 6 મહિના

નેશનલ હેલ્થકેર સમૂહ (HNG)ના ગ્રુપ ચીફ નર્સ એસોસિયેટ પ્રોફેસર યોંગ કેંગ ક્વાંગે જણાવ્યું કે કોવિડ-19ના કેસમાં વધારો થવાથી સ્વાસ્થ્ય સેવાઓ અને કામદારોની માંગ વધે છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓના રાજીનામા આપતાથી સમસ્યા થાય છે. કેંગે જણાવ્યું કે નવી નર્સને ટ્રેન્ડ કરવામાં સામાન્ય રીતે છ મહિના લાગે છે. ICU જેવા ચોક્કસ ક્ષેત્રો માટેની તાલીમમાં લગભગ નવ મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.

Read Also

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!