H1B વીઝા પર અમેરિકામાં કામ કરી રહેલાં પ્રોફેશનલ્સના જીવનસાથીને મોટી રાહત મળી છે. ઓબામા સરકાર તરફથી તેમને H4 વર્ક પરમિટ પર આપવામાં આવેલી કામ કરવાની પરવાનગી ટ્રંપ સરકારે રોકવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેને કારણે છેલ્લાં ચાર વર્ષથી તેમના કામ કરવાને લઈને અનિશ્ચિતતાની તલવાર લટકી રહી હતી. હવે બાઈડેન સરકારે ટ્રંપનાં નિર્ણયને ફગાવી દીધો છે. બાઈડને સત્તા ગ્રહણ કરી તેના તુરંત બાદ તેમની સરકારે ટ્રમ્પ દ્વારા લેવાયેલા નિર્ણયો પર 60 દિવસનો સ્ટે મૂકી દીધો હતો, જેમાં વિઝા નિયંત્રણોનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી H-1B તેમજ H-4 વિઝાની વાત છે, ત્યાં સુધી અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી પણ ટ્રમ્પ દ્વારા બનાવાયેલા પ્રસ્તાવિત કાયદાને પડતો મૂક્યો છે.

નાણાકીય વર્ષ 2019માં 11.8% અરજી ચીન તરફથી આવી હતી
અમેરિકામાં H1B વીઝા પર કામ કરનારા વધારે પ્રોફેશનલ્સ ભારતીય છે. નાણાકીય વર્ષ 2019માં H1B વીઝાનાં 74% એપ્લિકેશન્સ ભારતીયોની હતી અને 11.8% ટકા અરજી ચીનનાં નાગરિકો તરફથી આવી હતી.

વિદેશી પ્રવાસી હવે એલિયન નહી, ‘નોન સિટીઝન’ કહેવાશે
બાઈડેન સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ એટલેકે એલિયંસ માટે વધુ એક કામ કર્યુ છે. તેમણે તેમના માટે એક નવુ નામ ‘નૉન સિટીઝન’ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, તેમણે આ પ્રસ્તાવને યુએસ સિટીઝનશિપ એક્ટ 2021ની અંદરનાં નિયમોમાં મોટા બદલાવ માટે મોકલવામાં આવેલાં બિલમાં સામેલ કર્યા છે. ટ

ગ્રીન કાર્ડ અરજીકર્તાની મહત્તમ સંખ્યામાંથી આશ્રિત બાળકોને હટાવવાનો પ્રસ્તાવ
અમેરિકન સરકારે ઇમિગ્રેશન કાયદો એટલેકે ઇમિગ્રેશન એક્ટમાં જે ફેરફાર કરવાનું સૂચન કર્યું છે તેમાં ગ્રીનકાર્ડનાં અરજદારોનો બેકલોગ ઘટાડવાનો સમાવેશ છે. આ માટે, ગ્રીન કાર્ડ અરજદારોની સંખ્યાને લઈને નિર્ધારિત મહત્તમ મર્યાદાથી આશ્રિત બાળકોને દૂર કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી ભારતીયોને પણ ઘણો ફાયદો થશે કારણ કે તેમની પાસે આવા અરજદારોની સંખ્યા વધુ છે.

સગીર બાળકો વયસ્ક થાય તો સ્થિર નાગરિકતા માટે અલગ કરજી કરવી નહી પડે
ઇમિગ્રેશન કાયદામાં સૂચિત પરિવર્તનથી બાળકોની યુનાઇટેડ સ્ટેટ્સની કાયમી નાગરિકતા માટે બહાર રહેવાની સમસ્યા હલ થશે. એટલે કે, ગ્રીનકાર્ડ મેળવવા માટે માતાપિતાને કેટલો સમય લાગે છે, પરંતુ અરજી કરતી વખતે, તેમના સગીર બાળકો વયસ્ક થાય તો તેમને અલગ અરજી આપવી પડશે નહીં.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 11 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક