GSTV

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Last Updated on July 31, 2021 by Pravin Makwana

દેશના અલગ અલગ વિસ્તારોમાં હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલીય જગ્યાએ ભૂસ્ખલન અને પુર જેવી સ્થિતી પણ સર્જાઈ છે. તેની અસર દિલ્હીના રસ્તાઓ પર જોવા મળી છે. જ્યાં વરસાદના કારણે હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, રસ્તા પર મસમોટો ખાડાઓ થઈ ગયા છે. આવો જ કે ખાડો આમ જોતા તો કુવો લાગે. દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં હૌજખાસમાં રસ્તાની વચ્ચે એક મોટો ખાડો થઈ ગયો હતો. જેના કારણે અવરજવર કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદના કારણે આઈઆઈટી દિલ્હીના ફ્લાઈઓવર નીચે રસ્તા પર બનેલા ખાડાના કારણે અવરજવર પ્રભાવિત થઈ હતી. ચારેબાજૂ બેરીકેડીંગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાસ્થળ પર જેસીબી મશીન બોલાવીને ખાડાને ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો વળી આ સંબંધમાં સહાયક એન્જિનિયર ઉદયભાન સિંહે જણાવ્યુ હતું કે, અમને સવારે આ ઘટના વિશે જાણકારી મળી. તુરંત બેરીકેડીંગ કરીને ટ્રાફિક વિભાગ સાથે સંપર્ક કર્યો. આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ નુકસાન થયુ નથી.

પહેલા પણ થઈ ચુકી છે આવી ઘટના

આ કંઈ પહેલી નથી બન્યુ કે, જ્યાં દિલ્હીના રસ્તા પર આવા ખાડા ન પડ્યો હોય. થોડા દિવસ પહેલા જ રાજધાનીા દ્વારકા સેક્ટર 18માં અતુલ્ય ચોક પાસે એટલો મોટો ખાડો પડ્યો કે, આખી કાર તેમા સમાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સો. મીડિયા પર વાયરલ પણ થયો હતો. આ ઉપરાંત રાજધાનીમાં આવી કેટલીય જગ્યાઓ પર ઘટનાઓ સામે આવી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!