GSTV
Home » News » ગજબ ઑફર! દેશની સૌથી સુરક્ષિત SUV પર બમ્પર ડિસ્કાઉન્ટ, 30 સપ્ટેમ્બર સુધીમાં ખરીદી લો

ગજબ ઑફર! દેશની સૌથી સુરક્ષિત SUV પર બમ્પર ડિસ્કાઉન્ટ, 30 સપ્ટેમ્બર સુધીમાં ખરીદી લો

ઑટો સેક્ટરમાં આવેલી મંદીની વચ્ચે, લગભગ તમામ કાર કંપનીઓ વેચાણ વધારવા માટે ઘણી ઑફર્સ આપી રહી છે, જેથી ગ્રાહકો ઑફર્સના લોભમાં શો-રૂમ સુધી પહોંચે. આ જ કડીમાં ટાટા મોટર્સની તમામ કાર પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. દેશની સૌથી સલામત કાર હોવાનો દાવો કરનાર ટાટા નેક્સન પર 85 હજાર રૂપિયાની બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

સૌથી સલામત હોવાની સાથે સાથે  નેક્સન ટાટાની સૌથી લોકપ્રિય કારમાંની એક છે. ભારતમાં કંપનીએ આ એસયુવીના એક લાખથી વધુ યુનિટ વેચ્યા છે. હાલ  કંપની આ સેફ કોમ્પેક્ટ એસયુવી નેક્સન પર ઘણી બધી ઑફર્સ આપી રહી છે, જ્યાં ગ્રાહકો 85,000 રૂપિયા સુધી બચત કરી શકે છે. આ ઑફર્સમાં કોર્પોરેટ બોનસથી લઈને એક્સચેન્જ બોનસ સુધીની કન્ઝ્યુમર ઑફર શામેલ છે.

કંપનીએ જણાવ્યા અનુસાર આ ઓફર ફક્ત સપ્ટેમ્બર મહિના માટે છે. ખરેખર, તહેવારની સીઝન પહેલા ટાટા મોટર્સની આ ઑફર ઘણી આકર્ષક છે. કારણ કે હાલમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં, ટાટા નેક્સનને દેશની સૌથી સલામત કાર માનવામાં આવે છે.

તેવામાં, જો તમે આ એસયુવી ખરીદવા માંગતા હો, તો તમે આ તકનો લાભ લઈ શકો છો. કારણ કે નેક્સન પર 85,000 રૂપિયા સુધી બચત કરવાની તક મળી રહી છે.

ટાટા નેક્સનની દિલ્હીની એક્સ-શોરૂમ કિંમત 6.58 લાખ રૂપિયાથી લઈને 9.59 લાખ રૂપિયા સુધીની છે. આ કોમ્પેક્ટ એસયુવીમાં 1.2 લિટરનું ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને 1.2 લિટરનું ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન્ક ડીઝલ એન્જિન છે. બંને એન્જિનોને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઑટોમેટિક ટ્રાન્સમિશન ઑપ્શન સાથે આવે છે.

100% ફાઇનાન્સની સુવિધા

ટાટા મોટર્સના વાહનો પર બંપર છૂટ આપવામાં આવી રહી છે આ ઉપરાંત કંપની ગ્રાહકોને 100 ટકા ફાઇનાન્સ સુવિધા પણ આપી રહી છે. આ માટે કંપનીએ બેંકો સાથે જોડાણ પણ કર્યું છે, જેથી રોકડની અછતની સમસ્યાને દૂર કરી શકાય.

આ કારણે નેક્સન સૌથી સલામત કાર છે

ટાટા નેક્સનને સલામત એસયુવી માનવામાં આવે છે કારણ કે આ એસયુવીને ગ્લોબલ એનસીએપીની ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. જે આજ સુધી કોઇ ભારતીય કારને આપવામાં આવી નથી.

Read Also

Related posts

ગુજરાતની 6 બેઠકો માટે મતદાન પૂર્ણ : અમરાઈવાડી બગાડશે સમીકરણો, અડધું થયું મતદાન

Nilesh Jethva

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!