GSTV
Business Trending

મોન્સૂન ધમાકા/ આ બેંકોમાં મળી રહ્યું છે શોપિંગ ભારે ડિસ્કાઉન્ટ, ફટાફટ કરો થોડા સમય માટે જ છે આ ઓફર

બેંકો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI અને ICICI બેંકે પોતાના ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ ઓફર કાઢી છે. બંને બેંકોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે SBI YONO App ભારતીય સ્ટેટ બેન્કની Official Banking App છે. જેની મદદ તમે કશે પણ ઓનલાઇન શોપિંગ કરી શકો છો. એના માટે તમારી પાસે માત્ર સ્માર્ટફોન અને ઇન્ટરનેટ હોવું જોઈએ. એકાઉન્ટ ખોલવાથી લઇ, પૈસા ટ્રાન્સફર, શોપિંગ સુધી તમામ ફાયદાઓ હોય છે.

ICICI બેન્ક તરફથી શોપિગ કરવા પર 10થી લઇ 25% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ત્યાં જ SBIના યોનો એપ પર તમને મહત્તમ 75% સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર થોડા સમય માટે જ છે.

YONO Big Saving Days

યોનો એપના માધ્યમથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ઓફર રજુ કરવામાં આવી છે. આ ઓફર 29 જુલાઈ સુધી મળે છે. એમાં ખરીદી પર તમને મહત્તમ 75% સુધી છૂટ મળે છે. ત્યાં જ ICICI તરફથી રજુ કરવામાં આવેલ ઓફર પણ 29 જુલાઈ સુધી જ છે. એવામાં હજુ તમે એનો ફાયદો ઉઠાવી શકો છે.

કરોડો યુઝર્સને મળશે ફાયદો

યોનો એપના 3.45 કરોડથી વધુ યુઝર્સને આ ઓફરનો લાભ મળશે. યોનો સુપર સેવિંગ ડેઝ હેઠળ યુઝર્સને શાનદાર ઓફર આપવામાં આવે છે. એના હેઠળ ઓનલાઇન શોપિંગ, ઇલેક્ટ્રોનિક્સ સહીત ઘણી અન્ય કેટેગરીનમા શોપિંગ કરી શકાય છે.

SBI YONO App નથી તો ડાઉનલોડ કરો

  • તમે એન્ડ્રોઇડ ફોનમાં ગુગલ પ્લે સ્ટોર અને I-phoneમાં એપ્પલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.
  • અહીં તમને સર્ચ બારમાં SBI YONO App” નાખી સર્ચ કરવાની રહેશે. તમારી સામે SBI એપ આવી જશે. આ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.
  • YONO appને ઇન્સ્ટોલ કર્યા પછી પોતાના એકાઉન્ટ અને ATM ડીટેલ નાખી રજીસ્ટર્ડ યુઝર્સ બની શકો છો.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV