GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ધાકડ ફેમિલી કાર પર 45,000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર

કાર

જો તમે લો-બજેટ સેગમેંટમા એક નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોવ, તો આ ખબર તમારા માટે છે. હકીકતમાં આ મહિને Hyundai India પોતાની અનેક કારો પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ જ કડીમાં Santro પણ સામેલ છે, જે ફક્ત કંપનીની જ નહી પરંતુ દેશની પણ એક લોકપ્રિય કાર છે. ભારતીય બજારમાં Hyundai Santroની શરૂઆતી દિલ્હી એક્સ શૉરૂમ કિંમત 4.57 લાખ રૂપિયા છે, જે તેના ટૉપ વેરિએન્ટ પર 6.25 લાખ રૂપિયા સુધી આવે છે. કંપની તરફથી તેના પર કેશ ડિસ્કાઉન્ટથી લઇને એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ જેવી ઑફર્સ આપવામાં આવી રહી છે. તો ચાલો આ કાર પર મળતી તમામ ઓફર્સ પર કરીએ એક નજર…

Hyundai Santro પર ધાંસૂ ઑફર

Hyundai Santroના ERA વેરિએન્ટ પર કુલ 35000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. તેની ખરીદી પર તમને 15000 રૂપિયાનું કેશ બોનસ અને 15000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેની ખરીદી પર તમને 5,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Hyundai Santroના અન્ય વેરિએન્ટ્સ પર કુલ 45000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 25000 રૂપિયાનુ કેશ બોનસ અને 15000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ ઉપરાંત તમને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

એન્જિન

Hyundai Santroમાં 4 સિલિન્ડર, 1.1 લીટરનું SOHC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

પર્ફોર્મન્સ

Hyundai Santroનુ એન્જિન 5500 આરપીએમ  પર 68bhpનો મેક્સિમમ પાવર અને 4500 આરપીએમ પર 99 Nmનો પીક ટોર્ક પેદા કરે છે.

ટ્રાન્સમિશન

Hyundai Santroમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. તેમાં તમને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે.

કેટલા લોકો બેસી શકે

Hyundai Santroમાં એક સાથે ચાર લોકો બેસી શકે છે.

ફ્યૂલ ટેંક

તેમાં 35 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે.

ડાયમેંશન

Hyundai Santroની લંબાઇ 3610 મીલિમીટર, પહોળાઇ 1645 મીલીમીટર, ઉંચાઇ 1560 મિલીમીટર છે. સાથે જ તેનુ વ્હીલબેસ 2400 મિલીમીટર છે.

સસ્પેંશન

તેના ફ્રન્ટમાં FrontMcPherson Strut સસ્પેંશન આપવામાં આવ્યું છે. સાથે જ તેના રિયરમાં ગેસ ટાઇપ સાથે કપલ્ડ ટોર્સન બીમ એક્સેલ સસ્પેંશન આપવામાં આવ્યું છે.

બ્રેકિંગ

આ કારની ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સાથે જ તેના રિયરમાં ડ્રમ બ્રેક લાગેલી છે.

Read Also

Related posts

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!