GSTV
Home » News » ફાયદો જ ફાયદો! Bajajની આ 2 શાનદાર બાઇક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ, 104 kmplની આપે છે માઇલેજ

ફાયદો જ ફાયદો! Bajajની આ 2 શાનદાર બાઇક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ, 104 kmplની આપે છે માઇલેજ

વર્ષનો છેલ્લો મહિનો શરૂ થઇ ગયો છે. તેવામાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ જ કડીમાં હવે બજાજ ઑટો પણ સામેલ થઇ રહી છે. જેમાં કંપનીની બે લોકપ્રિય અને સસ્તી બાઇક્સ પર ગ્રાહકોને 3200 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

હકીકતમાં Bajajની Faayda hi Faayda ઑફરમાં બજાજ Platina H Gear 110 અને Bajaj CT 110ની ખરીદી પર ગ્રાહકોને અનેક ઑફર્સ મળી રહી છે. ચાલો તમને જણાવીએ આ બંને ધાકડ બાઇક્સ ખરીદવા પર તમને કઇ ઑફર્સ મળી રહી છે.

Bajaj Platina H Gear 110 અને Bajaj CT 110 પર આ છે ઑફર

Bajaj તરફથી આ ડિસેમ્બરમાં Faayda Hi Faayda ઑફર આપવામાં આવી રહી છે. આ ઑફરમાં Bajaj H Gear 110 અને Bajaj CT 110ની ખરીદી પર કુલ 3200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ બાઇક્સ પર તમને 2000 રૂપિયા સુધીની બચત થશે. આ ઉપરાંત આ બાઇક્સ પર તમને 5 વર્ષની ફ્રી સર્વિસ અને 5 વર્ષની ફ્રી વોરંટી પણ મળશે.

પર્ફોર્મન્સ

Bajaj Platina 110 H Gearમાં 115 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 7000 આરપીએમ પર 8.6 psનો પાવર અને 5000 આરપીએમ પર 9.81 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5-સ્પીડ ગિયરબૉક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

નવી Bajaj CT 110માં પ્લેટિના 110vgx 115 CC DTS-i એન્જિન આપ્યુ છે. તેનું એન્જિન 8.6 bhpનો મેક્સિમમ પાવર અને 9.81 Nmનો પિટ ટૉર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિયરબૉક્સ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

માઇલેજ

Bajaj platina 110 H Gear રસ્તા પર 84 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

દાવો કરવામાં આવે છે કે Bajaj CT 110માં 104 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.

કિંમત

Bajaj Platina 110 H Gearના ડ્રમ વેરિએન્ટની એક્સ શૉરૂમ કિંમત 53,875 રૂપિયા છે. સાથે જ તેના ડિસ્ક વેરિએન્ટની એક્સ શૉરૂમ કિંમત 56,371 રૂપિયા છે.

Bajaj CT 110ની શરૂઆતની એક્સ શૉરૂમ કિંમત 39,994 રૂપિયા છે. જે 44,352 રૂપિયા સુધી જાય છે.

Read Also

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!