GSTV

OMG! તમારી આ 4 ફેવરેટ કારો પર મળી રહ્યું છે 50,000 સુધીનું ભારેભરખમ ડિસ્કાઉન્ટ, ચેક કરી લો પછી કહેતા નહીં કીધુ નહતું

કાર

ફેસ્ટિવ સીઝન નજીક છે અને આ સમયગાળામાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સની ભરમાર હોય છે. આવી જ ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવી છે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki. Maruti Suzuki India Limited સપ્ટેમ્બર મહિનામાં કંપનીની પોતાની એન્ટ્રી લેવલ નાની કારો પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ મહિને તમે પણ મારૂતિની ધાંસૂ કાર ખરીદીને બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકો છો.

કંપનીની ઑફરમાં ડિસ્કાઉન્ટની સાથે એક્સચેન્જ બેનેફિટ પણ સામેલ છે. આ તમામ મોડલ કંપનીની Arena ડીલરશિપ પર ઉપલબ્ધ હશે.

Maruti Suzuki dzire Face lift

સપ્ટેમ્બર મહિનામાં તમે આ કારની ખરીદી પર 37,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 2,000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ મળશે.

Maruti Suzuki S-Presso

મારૂતિ સુઝુકીની આ કાર પર 43,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. તેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ સામેલ છે. તે ઉપરાંત 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ અને 3,000 રૂપિયાનો કોર્પોરેટ બેનેફિટ પણ સામેલ છે.

Maruti Suzuki Celerio

મારુતિની આ કાર પર 48,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ કંપની તરફથી ઑફર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આ કાર પર મળી રહ્યું છે. 3,000 રૂપિયાનુ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આ કાર ખરીદવા પર તમને મળશે.

Maruti Suzuki Swift

આ કાર ખરીદવા પર 37,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ તમે તરત જ મેળવી શકો છો. તેની સાથે 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને સાથે 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળશે. આ ઉપરાંત 2000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમે મેળવી શકો છો.

Read Also

Related posts

સાકીબ અલ હસનનો પ્રતિબંધ પૂર્ણ થશે, બાંગ્લાદેશ તેને વેલકમ કરવા માટે આતુર છે

pratik shah

સુરત/ શાકભાજીની લારીઓ હટાવતા થયો હોબાળો, ફેરીયાઓ પર દંડાવાળી કરતા રસ્તા પર શરૂ કર્યા ધરણા

Pravin Makwana

બલ્લભગઢ લવ જેહાદ સામે કંગનાનો ગુસ્સો, બોલી-‘જેહાદીઓને ફાંસી આપો’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!