ધાંસૂ કેમેરા અને ફિચર્સ સાથે Huawei Y9 (2019) ભારતમાં લૉન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei એ ભારતમાં Huawei Y9 (2019) સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનને દિલ્હી ખાતે આયોજિત એક ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ડ્યુઅલ સેલ્ફી કેમેરા વાળા આ સ્માર્ટફોનની કિંમત 15,990 રૂપિયા છે. જેને બે કલર વેરિએન્ટ મિડનાઇટ બ્લેક અને સફાયર બ્લૂમાં લૉન્ચ કર્યો છે.

આ ફોનને એકસ્ક્લૂઝીવલી એમેઝોન પર વેચવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફોન ખરીદનારને તેની સાથે 2,990 રૂપિયાનું બોટ રોકર્ઝ સ્પોર્ટ્ઝ બ્લૂટૂથ હેડફોન ફ્રી મળશે.

Huawei Y9 (2019)ના સ્પેસિફિકેશન

Huawei Y9 (2019)માં 6.5 ઇંચની ફુલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 3D ક્ર્વ્ડ ડિઝાઇનથી સજ્જ છે. ફોનમાં કિરિન 710 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે AI પાવર સાથે 7.0 સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં પ્રાઇમરી સેન્સર 12 મેગાપિક્સલ અને સેકેન્ડરી 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફ્રન્ટમાં પણ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે જેમાં એક સેન્સર 2 મેગાપિક્લનો છે. આ ઉપરાંત ફ્રન્ટમાં પણ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે જેમાં એક સેન્સર 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને કેમેરા AIથી સજ્જ છે.

ફોનને 3GB અને 4GB RAM વેરિએન્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે અને તેમાં ઇનબિલ્ટ સ્ટોરેજ 64જીબી છે જેને મેમરી કાર્ડથી 256જીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત પાવર માટે તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે.


Huawei Y9 (2019)માં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે જે 4.0 આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજીથી સજ્જ છે અને તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ સ્માર્ટફોન 0.3 સેકેન્ડમાં અનલૉક કરી શકાય છે. અપગ્રેડ થયેલા ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીમાં ફિંગરપ્રિન્ટ નેવિગેશન પણ છે. જેની મદદથી યુઝર તમામ નોટિફિકેશનને એક કીની મદદથી મેનેજ કરી શકશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter