16MP સેલ્ફી કેમેરા અને દમદાર બેટરી સાથે Huaweiનો આ સ્માર્ટફોન લૉન્ચ, જાણો ખૂબીઓ

તાજેતરમાં જ Huawei Y7 (2019)ના સ્પેસીફિકેશન્સ લીક થયાં હતા. હવે કંપનીએ પોતાના Huawei Y7 Pro (2019) સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને વિયેતનામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોની ખૂબઓની વાત કરીએ તો તેમાં વૉટરડ્રોપ નૉચ, ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, ફેસ અનલૉક ફિચર અને 4000mAhની બેટરી આપવામાં આવી છે.

વિયેતનામમાં Huawei Y7 Pro (2019)ની કિંમત VND 39,90,000 એટલે કે આશરે 11,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને ગ્રાહક ઓરેરા બ્લેક અને બ્લેક કલર વેરિએન્ટમાં ખરીદી શકે છે. આ સ્માર્ટફોનની રિયરમાં ફિંગપ્રિન્ટ સેંસરનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. તેના બદલે સિક્યોરીટી માટે ફેસ અનલોક ફિચરનો ઉપયોગ કરી શકો છો.

Huawei Y7 Pro (2019)ના ફિચર્સ

ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વાળા Huawei Y7 Pro (2019) એન્ડ્રોઇડ ઓરિયો બેઝ્ડ EMUI 8.2 પર કામ કરે છે અને તેમાં 19.5:9 રેશઇયો સાથે 6.26 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 3જીબી રેમ અને Adreno 506 GPU સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 32જીબીની છે જેને કાર્ડની મદદથી 512જીબી સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો તેના રિયરમાં 13 મેગાપિક્સલ અ 2 મેગાપિક્સલનો કેમેરા એલઇડી ફ્લેશ સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે અહી ગ્રાહકોને 16 મૈગાપિક્સલનો કેમેરા ફ્રન્ટમાં મળશે. આ સ્માર્ટફોનની બેટરી 4000mAhની છે. કનેક્ટિવીટીની વાત કરીએ તો તેમાં 4G VoLTE, Wi-Fi 802.11,b/g/n, બ્લૂટૂથ 4.2, GPS અને 3.5mm ઓડિયો જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter