GSTV
Home » News » 5 ડિસેમ્બરે ભારતમાં લૉન્ચ થશે Huawei Watch GT 2, જાણો કયાં નવાં ફિચર્સ મળશે આમાં

5 ડિસેમ્બરે ભારતમાં લૉન્ચ થશે Huawei Watch GT 2, જાણો કયાં નવાં ફિચર્સ મળશે આમાં

સ્માર્ટફોન નિર્માતા દિગ્ગજ કંપની હુઆવેએ સોમવારે કહ્યું કે, પાંચ ડિસેમ્બરે ભારતમાં લૉન્ચ થનાર Huawei Watch GT 2 સ્માર્ટવૉચ જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તેનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે થશે. આ સ્માર્ટવૉચમાં એ-આઈ ચિપસેટ લાગેલી હશે, જેનાથી તેની બેટરી લાઇફ ઘણી સારી રહેશે. કંપનીએ એ પુષ્ટિ કરી છે કે, આ સ્માર્ટવૉચ અમેઝન અને ફ્લિપકાર્ટ પર ઑનલાઇન મળી રહેશે.

Huawei Watch GT 2 કસ્ટમર્સની જરૂરિયાતો અનુસાર અને તેમની લાઇફસ્ટાઇલને વધારે સારી બનાવવા માટે સારી પ્રોડક્ટ છે. આ ડિવાઇસમાં 150 મીટર કરતાં વધારે રેડિયસ સાથે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની ક્ષમતા છે. નવી હુઆવે વૉચ સીરીઝમાં થ્રી-ડી ગ્લાસ સ્ક્રીન હશે અને શક્યતા છે કે, તેની સાથે બે અઠવાડિયાં લાંબુ બેટરી બેકઅપ મળશે.

હાઇટેક ફિટનેસ ટ્રેકિંગ સુવિધાથી લેંસ Huawei Watch GT 2 ટ્રાયથૉન/હાઇક સહિત ઘણી એક્સરસાઇઝ કરવાની રીતો પર ધ્યાન રાખશે, સ્માર્ટવૉચમાં બ્લૂટૂથ કૉલિંગ, ઈન-ડિવાઇસ મ્યૂઝિક અને લગભગ 500 ગીતોને સ્ટોર અને પ્લે કરવાની ક્ષમતા હશે.

હુઆવેઈની જીટી સીરીઝ વાળી સ્માર્ટવૉચ બહુ સફળ રહી છે, જેણે પોતાના લૉન્ચિગ બાદથી વૈશ્વિક સ્તર પર 20 લાખ યૂનિટનું વેચાણ કર્યું છે.

Related posts

પાણી માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા

Nilesh Jethva

ઠંડીની ઋતુમાં તલનાં સેવનથી મળે છે શરીરને ઉર્જા, જાણો તેનાં ગુણકારી ફાયદા

pratik shah

યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓને પોલીસે ગુફામાથી ઝડપી પાડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!