GSTV
Home » News » દરેક વ્યક્તિ ખરીદી શકે તેવા 5G સ્માર્ટફોનની ડેટ થઈ ફાઈનલ, હવાઈનાં એક્ઝ્યુક્ટિવે કર્યો ખુલાસો

દરેક વ્યક્તિ ખરીદી શકે તેવા 5G સ્માર્ટફોનની ડેટ થઈ ફાઈનલ, હવાઈનાં એક્ઝ્યુક્ટિવે કર્યો ખુલાસો

ગયા મહિને સાઉથ કોરિયા 5G નેટવર્ક વાળો પ્રથમ દેશ બન્યો હતો. ત્યારબાદ સ્વિઝર્લેન્ડમાં પણ આ સર્વિસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ દરેક સ્માર્ટફોનની કિંમત વધુ છે ત્યારે સવાલ ઉત્પન્ન થાય છે કે મીડ રેન્જ 5G સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે. જેનો જવાબ આપતા હવાઈનાં એક્ઝ્યુક્ટિવ યેંગ ચાઓબીને જણવ્યું હતું કે તેઓ આગામી વર્ષ સુધી અફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

એન્ગ ચાઓબીને કહ્યું હતું કે પ્રથમ 4G સ્માર્ટફોનને બજાર સુધી પહોંચતા ત્રણ વર્ષ લાગ્યા હતા. જો કે પ્રથમ 5G ફોનને માર્કેટ સુધી આવવામાં ફક્ત એક વર્ષ જ લાગ્યું. તેમનું માનવું છે કે આગામી વર્ષના અંત સુધી 5G સ્માર્ટફોન આવી શકે છે. ભારતીય બજારોમાં 2021 સુધી એન્ટ્રી લેવલના 5G સ્માર્ટફોન લોન્ચ થઇ જશે. હાલના સમયમાં Xiaomi Mi Mix 3 સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે.

Ericsson ConsumerLab ના રિપોર્ટ અનુસાર મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ 5G સર્વિસ માટે 20% પ્રીમિયમ ભરવા માટે તૈયાર છે. જ્યારે અમુક યુઝર્સ 32% સુધી પેમેન્ટ કરવા તૈયાર છે. 5G ડિવાઇસ પર 2025 સુધી ડેટાનો વપરાશ 200GB પ્રતિમાસ સુધી પહોંચી શકે છે.

આ અગાઉ સમાચાર આવ્યા હતા કે ભારતમાં 5Gનાં ટ્રાયલ રનમાં વિક્ષેપ પડ્યો હતો કેમ કે દુરસંચાર વિભાગની વાયરલેસ પ્લાનિંગ અને કો ઓર્ડિનેશન વિંગ આ માટે કંપનીઓને 90 દિવસથી વધુ સમય માટે સ્પેક્ટ્રમ આપવાનો ઇન્કાર કરી રહી હતી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનુ માનવું છે કે 90 દિવસનો સમય ખુબ જ ઓછો છે. 5G ટ્રાયલ પૂરું કરવા માટે લગભગ એક વર્ષનો સમય આપવો જોઈએ.

READ ALSO

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!