GSTV

પહેલો 3 રિયર કેમેરા વાળો Huawei P20 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત-ખાસિયત

Last Updated on April 24, 2018 by Arohi

Huaweiએ પોતાના બે નવા સ્માર્ટફોન Huawei P20 Pro અને P20 Liteને ભારતમાં લોન્ચ કર્યા છે. હુવાવેના P સીરીઝના આ બંને ફોનના કેમેરામાં AIનો સપોર્ટ આપવામાં આવ્યો છે. Huawei P20 Proમાં જ્યાં રિયર પર ટ્રિપલ કેમેરા સેટપ છે ત્યાં જ Huawei P20 Liteમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે. બંને ફોનમાં આઉટ ઓફ બોક્સ એન્ડ્રોયડ ઓરિયો 8.૦ની અપડેટ આપવામાં આવશે. Huawei P20 Proની ટક્કર iPhone 8 અને સેમસંગ ગેલેક્સી S9 જેવા સ્માર્ટફોન સાથે થશે. તો આ બંને ફોન વિશે વીતરમાં જાણકારી લઇએ. Huawei P20 Pro દુનિયાનો સૌથી પહેલો ટ્રિપલ રિયલ કેમેરા વાળો સ્માર્ટફોન છે.

Huawei P20 Liteના ફીચર્સની વાત કરવામાં આવે તો આમાં 5.84 ઇંચની ફૂલ એચડી+ (1080×2280 પિક્સલ) ફૂલવ્યૂ ડિસ્પ્લે છે. આમાં કિરિન 659 પ્રોસેસર છે અને 4GB રેમ સાથે 634GB સ્ટોરેજ આપવામાં આવી છે જેને 256GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં એક 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો છે. ફ્રંટ કેમેરો 16 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. જેમાં 3000mAhની બેટરી અને ફિંગરપ્રિન્ટ સેંસર છે. Huawei P20 Liteની કિંમત 19,999 રૂપિયા છે. બંનેનું વેચાણ એમેઝોન દ્વારા એક્સક્લુઝિવ 3 મેથી કરવામાં આવશે.

Huawei P20 Proમાં 6.1 ઇંચની ફૂલ એચડી OLED ડિસ્પ્લે છે અને તેને IP67ની રેટિંગ મળી છે. આમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે જે ફસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપેલા રિયર પેનલ પરના 3 કેમેરા છે. જેમાં એક કેમેરો 8 મેગાપિક્સલનો છે જેમાં 3Xનું ઓપ્ટિકલનું ઝૂમ અને Leica તેલીફોટો લેન્સ મળશે. બીજો કેમેરો 40 મેગાપિક્સેલનો છે અને ત્રીજો કેમેરો 20 મેગાપિક્સેલનો છે. આમાં ફ્રન્ટ કેમેરા 24 મેગાપિક્સેલના છે. આ ફોનમાં કિરિન 970 પ્રોસેસર, 6GB રેમ અને 128GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે. Huawei P20 Proની કિંમત ભારતમાં 64,999 રૂપિયા છે. બંનેનું વેચાણ એમેઝોન દ્વારા એક્સક્લુઝિવ 3 મેથી કરવામાં આવશે.

Related posts

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari

ઑફર/ માત્ર 3 હજારમાં ખરીદો Xiaomiનો સૌથી પાતળો 5G Smartphone, જાણો શું છે ધાંસૂ ડીલ

Bansari

શું તમે પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો, 90% અમેરિકનો આ કરે છે… જાણો શું છે તેના ગેરફાયદા?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!