48 મેગાપિક્સલ કેમેરા અને ડિસ્પ્લે હોલ સાથે Huawei Nova 4 લૉન્ચ, જાણો કિંમત

ચીની કંપની હુવાવેએ સ્વદેશમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે જેમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનનું ખાસ ફિચર ચાર કેમેરા અને ડિસ્પ્લેમાં ફ્રન્ટ કેમેરા માટે આપવામાં આવેલું હૉલ છે. 3,750mAhની બેટરી વાળા આ ફોનની કિંમત ભારતીય રૂપિયામાં આશરે 35,600 રૂપિયા છે.

Huawei Nova 4ના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રેઝોલ્યુશન 1080×2310 પિક્સલ છે. Huawei Nova 4 ઓક્ટાકોર HiSIlicon Kirin 970 સાથે આવે છે જેમાં ચાર કોર્ટેક્સ એ73 કોરની મહત્તમ સ્પીડ 2.36 ગીગાહર્ટ્ઝ અને અન્ય ચાર Cortex-A53 કોરની મહત્તમ સ્પીડ 1.8 ગીગાહર્ટ્ઝ છે. આ ફોન 8 જીબી રેમ સાથે આવે છે.

Huawei Nova 4નો કેમેરા

Huawei Nova 4ના કેમેરાની વાત કરીએ તો તેમાં કુલ ચાર કેમેરા આપવામાં આવ્યાં છે જેમાં ત્રણ રિયર કેમેરા છે જ્યારે એક ફ્રન્ટ કેમેરા છે. કેમેરા પ્રમાણે તે બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. એક વેરિએન્ટના બેક પેનલમાં 48 મેગાપિક્સલનો કેમેરા છે જે સોની IMX586 પ્રાઇમરી સેન્સર અને અન્ય વેરિએન્ટમાં 20 મેગાપિક્સલનો રિયર સેન્સર છે.

આ ઉપરાંત બે સેન્સર 16 મેગાપિક્સલના છે જે 117 ડિગ્રી વાઇડ એન્ગલ કેમેરા સાથે આવે છે અને ત્રીજું સેન્સર 2 મેગાપિક્સલ સાથે આવે છે. આ ઉપરાંત ફ્રન્ટ પર 4.5 એમએમનો હૉલ આપવામાં આવ્યો છે જેમાં 25 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ કેમેરા f/2.0 અપર્ચર સાથે આવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter