GSTV

Huawei એ પોતાના Lite 10 ટેબ્લેટને ભારતમાં કર્યુ લોન્ચ, આ તારીખથી પ્રથમ સેલ સ્ટાર્ટ

ટેક કંપની Huawei એ આખરે ભારતમાં પોતાનુ નવુ પ્રીમિયર ટેબલેટ લોન્ચ કરી દીધુ છે. હુવાવેએ નવુ ટેબલેટ Huawei MediaPad M5 Lite 10 નું વેચાણ ભારતમાં 6 માર્ચથી ફ્લિપકાર્ડ, ક્રોમાં અને ઓફલાઈન સ્ટોર પર શરૂ કરશે. સાથે જ હુવાવેની સત્તાવાર વેબસાઈટ પર મીડિયાપેડ A5 લાઈટન 10ને લિસ્ટ કરી દીધુ છે અને નોટિફાઈનો પણ ઓપ્શન આવી રહ્યો છે.

Huawei MediaPad M5 Lite 10 ની સ્પેસિફિકેશન અને કિંમત

હુવાવેએ આ નવા ટેબની કિંમત 22,990 રૂપીયા છે. ફીચર્સની વાત કરીએ તો, તેમાં એમ પેન લાઈટ સ્ટાઈલસનો પણ સપોર્ટ મળશે. તે સિવાય તેમાં 10.1 ઈંચની ફુલ એચડી આઈપીએસ ડિસ્પેલે પણ આપવામા આવી છે. જેનુ રિજોલ્યૂશન 1920×1200 પિક્સલ છે. આ ટેબમાં હર્મન કાર્ડનનો ક્વોડ સ્પીકર પણ આપવામાં આવ્યુ છે, જેથી યૂઝર્સને ઓમિની ડાયરેક્શનલ સાઉન્ડ મળશે. કંપનીએ ટેબની ઓડિયો ક્વોલિટીને લઈને થિયેટર સાઉન્ડનો પણ દાવો કર્યો છે.

7500mAhની બેટરી

તે સિવાય યૂઝર્સને 3D સાઉન્ડ પણ મળશે. જો અન્ય ફીચર્સની વાત કરીએ તો, મીડિયાપૈડ M5 લાઈટ 10ની બોડી મેટલની છે અને તેમા 2.5 ડી કર્વ્ડ ગ્લાસ એજ પણ આપવામાં આવ્યુ છે. તેમાં 7500mAhની બેટરી છે, જેને લઈને કંપનીએ 13 કલાકના વીડિયો પ્લેબેકનો પણ દાવો કર્યો છે. ટેબમાં ફાસ્ટ ચાર્જિંગનુ પણ સપોર્ટ છે અને તે માટે કંપની બોક્સમાં 18 વોટનું ચાર્જર આપશે.

4 GB રેમ અને 64 GBનું સ્ટોરેજ

ટેબની સાથે મેટલ બોડીવાળી M-Pev lite સ્ટાઈલસ પણ મળશે. ટેબમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ સિવાય એલટીઈનું પણ સપોર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં બ્લૂટૂથ 4.2 મળશે. આ ટેબમાં ઓક્ટાકોર Kirin 659 પ્રોસેસર, ફિંગરપ્રિન્ટ સેન્સ, 8 મેગપિક્સલનો ફ્રંટ અને રિયર કેમરો પણ આપવામા આવ્યો છે. આ ટેબમાં 4 GB રેમ અને 64 GBનું સ્ટોરેજ પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ટેબમાં એન્ડ્રોઈડ 8.0 આધારિત EMUI 8.0 મળશે.

READ ALSO

Related posts

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

લોકડાઉન : ખાનગી ટ્રેનમાં ફરી બૂકિંગ કરાયું બંધ, આ તારીખે ફરી બુકિંગ શરૂ થશે

Nilesh Jethva

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!