GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમેરિકામાં Huawei પર પ્રતિબંધ: ભારત-અમેરિકા સાથે તણાવને લીધે ચીની રાષ્ટ્રપતિનું સપનું રોળાયું

Huawei ના દમ પર વર્ષ 2030 સુધી ડિજિટલ ટેક્નોલોજીની દુનિયા પર રાજ કરવાનું સપનું જોઈ રહેલા ચીની રાષ્ટ્રપતિને એક મોટો ઝાટકો મળ્યો છે. દુનિયામાં ચીનની ‘અસીમ શક્તિ’ના પ્રતીક માનવામાં આવનારા હુવાવે પર અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો છે. જેને કારણે હુવાવેની અમેરિકન ટેક્નોલોજી સુધીની પહોંચ ઘણી માર્યાદિત થઇ ગઈ છે. આ પ્રતિબંધોથી બાદ હવે હુવાવેના 5જી ટેક્નોલોજી પુરી પાડવાના વાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. સંકટના આ સમયમાં ભારત અને સમગ્ર દિનુમા વધી રહેલા ચીનના વિરોધનો માહોલ હુવાવેની મુશ્કેલીઓને ઘણી વધારી દીધી છે.

એક રિપોર્ટ મુજબ, હુવાવે હાલના સમયમાં ઘણું જ દબાણમાં છે. તેની અમેરિકન ટેક્નોલોજી સુધીની પહોંચ આટલી ઓછી ક્યારેય ન હતી. હવે દુનિયાભરની મોબાઈલ કંપનીઓ સવાલ કરી રહી છે કે શું હુવાવે સમયસર 5જી ટેક્નોલોજી પુરી પાડી શકશે કે નહિ. એટલું જ નહિ લડાખ સરહદે ચાલી રહેલા તણાવથી દુનિયાભરના મોટા બજારો માંથી એક ભારતીય બજારમાં પણ ચીની કંપની માટે સંકટ ઉભો થયો છે. એટલું જ નહિ પરંતુ, સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી ભાવના વધુ પ્રબળ બની છે.

દુનિયા ચીન વિરુદ્ધ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ ગયા મહિને જાહેરાત કરી હતી કે હુવાવે વિરુદ્ધ પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ ગઈ છે. કારણ કે દુનિયાભરમાં લોકો ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સર્વેલન્સ સ્ટેટ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.’ પૉમ્પિયોએ ચેક રિપબ્લિક, પોલેન્ડ અને ઈસ્ટોનિયા જેવા દેશોના વખાણ કર્યા હતા જે મંત્ર વિશ્વાસપાત્ર વેન્ડર્સને જ અનુમતિ આપે છે. પૉમ્પિયોએ ગત દિવસોમાં ભારતની ટેલિકોમ કંપની જીયોના પણ વખાણ કર્યા હતા જેને હુવાવેની ટેક્નોલોજીને ન અપનાવી.

હુવાવે વિરુદ્ધ યુરોપમાં પરિવર્તનની લહેર

વૉશિન્ગટન ખાતે આવેલ થિન્ક ટેન્ક ન્યુ અમેરિકન સિક્યોરિટીની રિસર્ચર કારિસા નેઇશચ એ જણાવ્યું હતું કે યુરોપમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઈ છે,. તેમને જણાવ્યું હતું કે યુરોપના દેશ અને મોબાઈલ સેવા આપતી કંપનીઓ આ વાત પર ખુબ જ ચિંતિત છે કે અમેરિકન પ્રતિબંધોથી હુવાવેના વેપારને ઘણો મોટો ઝટકો લાગ્યો છે અને તે નિયત સમયે 5જી ટેક્નોલોજી આપી નહિ શકે. વાસ્તવમાં, અમેરિકન પ્રતિબંધોના વિસ્તારમાં તાઈવાનની કંપની ટીએસએમસી પણ આવી જાય છે. જે હુવાવેને ચિપ અને અન્ય જરૂરી ઉપકરણ પુરા પાડે છે.

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે હુવાવેના સંબંધો: અમેરિકા

નિષ્ણાતોના મત મુજબ ટીએસએમસીઈન ચીપની મદદ વગર હુવાવે 5જી બેઝ સ્ટેશન અને અન્ય ઉપકરણ નહિ બનાવી શકે. આનાથી હુવાવેના 5જી ના બિઝનેસ મોટી આફતમાં મુકાઈ ગયો છે. તેમનું કહેવું છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો નહિ થાય તો હુવાવે 5જી ઉપકરણ પુરા નહિ પાડી શકે. તો સામે, હુવાવે એ દાવો કર્યો છે કે તેને તેના ગ્રાહકો તરફથી પુરેપુરો સહયોગ મળી રહ્યો છે, જોકે, કંપનીએ સ્વીકાર કર્યો છે કે અમેરિકાના પ્રતિબંધોથી તેને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિટનમાં તેની શરૂઆત થઇ ગઈ છે અને પીએમ બોરીસને તેમનાથી અંતર કરી દીધું છે.

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!