GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

માત્ર એક જ સેકન્ડમાં જ ડાઉનલોડ થઈ જશે આખી ફિલ્મ, બજારમાં આવી ગયું છે 3000 mbps સ્પીડ ધરાવતું વાઈફાઈ રાઉટર

આજના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટ એક સિક્કાની બે બાજુ જેવી બની ગઈ છે. એમ કહેવાય છે કે ઓક્સિજન વિના જીવન શક્ય નથી એમ ઈન્ટરનેટ વિના પણ લોકોને ચાલતું નથી. ઈંન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણા બધાના ફોનમાં મોબાઈલ ડેટાની સુવિધા છે પરંતુ આપણે ઘર અને ઓફિસ વગેરેમાં વાઈફાઈનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે ભારતમાં Jio અને એક્સીટેલના વાઈફાઈ રાઉટર્સ ખૂબ ખરીદવામાં આવે છે અને તે સારી ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે. તાજેતરમાં હવાઈએ જ એક નવું વાઈફાઈ રાઉટર Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે, જેણે બાકી તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે.

હાઈસ્પીડવાળું રાઉટર ભારતમાં લોન્ચ કરાયું

ભારતમાં હાઇ સ્પીડ વાઇફાઇ રાઉટર લોન્ચ કરવામાં આવ્યું છે. જણાવીએ કે હવાઈ એ ભારતમાં નવું વાઈફાઈ રાઉટર, Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે. આ વાઈફાઈ રાઉટરને ચીનમાં 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડવાળા આ રાઉટરની કિંમત પણ વધારે નથી.

Huawei AX3 WiFi 6+ રાઉટરમાં હવાઈના ગીગાહોમ ડ્યુઅલ-કોર 1.2GHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ડાયનેમિક બેન્ડવિડ્થ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી ચિપસેટ સિનર્જી પર આધારિત છે. આ ટેક્નોલોજી એ વાતનું ધ્યાન રાખે છે કે ઘરની દિવાલો અને જમીનને કારણે ઈન્ટરનેટ કનેક્શન અને સિગ્નલ ગીચ ન થાય. કંપનીનો દાવો છે કે આ રાઉટર 3000Mbps સુધીની સ્પીડ આપે છે.

WiFi-6+ કનેક્ટિવિટી અને 160MHz ની ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ ના સપોર્ટવાળું આ રાઉટર મલ્ટી-રાઉટર મેશ નેટવર્કિંગ સાથે આવે છે. જેની મદદથી કેટલાય બધા રાઉટર એક સાથે કામ કરે છે અને સારું વાઈફાઈ કવરેજ ઓફર કરે છે. આ ડિવાઈસ OFDMA મલ્ટી-ડિવાઈસ ટેકનોલોજીથી સજ્જ છે જે 2.4GHz પર કુલ ચાર ડિવાઈસ કનેક્ટ કરી શકે છે. અને 5GHz બેન્ડ પર 16 ડિવાઈસને કનેક્ટ કરી શકે છે. આમાં તમને એક WAN અને થ્રી લેન ઈથરનેટ પોર્ટ મળશે અને તેની જોડીને Huawei AI Life એપની મદદથી નિયંત્રિત કરી શકાય છે.

Huawei AX3 WiFi 6+ રાઉટર તમને અમેઝોન પર અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. ખાસ કરીને ઈન્ટ્રોડક્ટ્રી ઓફર અંતર્ગત આ 3,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પરંતુ હકિકતમાં આ રાઉટરની કિંમત 4999 રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV