ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લા પ્રશાસને એક પરિપત્ર જારી કરીને શાળાના શિક્ષકોને ક્લાસરૂમ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિનય શંકર પાંડેએ શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ “કડક શિસ્તના પગલાં” લેવાની ચેતવણી પણ આપી છે. શંકર પાંડેએ જણાવ્યું છે કે, આ આદેશ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. આદેશ મુજબ, શિક્ષકોએ વર્ગોમાં પ્રવેશતા પહેલા તેમના ફોન આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે ‘શિક્ષકો વર્ગોમાં પણ તેમના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતાં.’
આ આદેશ વિશે વધુમાં તેઓએ કહ્યું કે,‘ તેમને ઘણા સમયથી વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી ફરિયાદો મળી રહી છે. અમે ફરિયાદોની ચકાસણી માટે અમારા મેજિસ્ટ્રેટને મોકલ્યા છે. અને અમે આદેશ જારી કર્યો છે કે શિક્ષકો તેમના મોબાઈલ ફોન શાળાઓમાં લઈ જઈ શકે છે પરંતુ તેઓએ તેને આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેઓ તેમના મોબાઈલ ફોન વિના વર્ગમાં પ્રવેશ કરશે.’

ડીએમએ કહ્યું કે, શિક્ષકના પરિવારમાં કોઈ મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં છૂટ આપી શકાય છે. તેમણે વધુમાં કહ્યું, “ પરિપત્રનો અમલ કરાવવાની જવાબદારી શાળાનાં આચાર્યની રહેશે. જો કે, કોઈ શિક્ષકનાં કુટુંબમાં તબીબી કટોકટી જેવી વિશેષ પરિસ્થિતિઓમાં, શિક્ષક આચાર્ય પાસેથી પરવાનગી લઈ શકે છે તેઓ મોબાઈન પોતાની પાસે રાખી શકે છે. તેમણે કહ્યું કે અમારા ઓચિંતા નિરીક્ષણમાં જો કોઈ શિક્ષક વર્ગખંડની અંદર મોબાઈલ ફોન કે ફોન રાખતો જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે અને તેની જવાબદારી પણ આચાર્યએ લેવાની રહેશે. આ આદેશનો અમલ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવશે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ