GSTV
Home » News » ઝડપી લો આ શાનદાર તક! આ ધાકડ SUV કાર પર મળી રહ્યું છે 85 હજારનું ડિસ્કાઉન્ટ

ઝડપી લો આ શાનદાર તક! આ ધાકડ SUV કાર પર મળી રહ્યું છે 85 હજારનું ડિસ્કાઉન્ટ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ગ્રાહકો માટે કેટલીક ખાસ ગાડીઓ પર ઓગસ્ટના આ મહિને અધધ ડિસ્કાઉન્ટ અને ઢગલાબંધ ઑફર્સ લઇને આવી છે.  આ સમયે ઑટો સેક્ટરમાં મંદીની માર છે તેવામાં ગ્રાહકો આ ઑફર્સનો લાભ લઇ શકે છે. ચાલો જાણીએ કે કઇ ગાડી પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા TUV 300

મહિન્દ્રાની લોકપ્રિય SUV TUV 300 પર હાલ 71 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મહિન્દ્રા TUV 300ની એક્સ-શૉરૂમ કિંમત 8.43 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 7 લોકો બેસી શકે છે. આ ગાડીમાં 1.5 લીટર ડીઝલ એન્જિન છે.

મહિન્દ્રા Marazzo

MPV સેગમેંટમાં મહિન્દ્રાની Marazzo ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેની કિંમત 10.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 7 અને 8 સીટરમાં ઉપલબ્દ છે. કંપની આ ગાડી પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ એક રૂપિયામાં ઇન્શ્યોરન્સ પણ મળી રહ્યું છે.

મહિન્દ્રા XUV 500

SUV સેગમેન્ટમાં મહિન્દ્રાની XUV 500 ગ્રાહકોની મનપસંદ ગાડી છે. કંપની તેના પર 85 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેની કિંમત 12.22 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 7થી 8 લોકો બેસી શકે છે.

મહિન્દ્રા Scorpio

મહિન્દ્રા Scorpio પર હાલ 65 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ બે ડીઝલ એન્જિન ઓપ્શનમાં છે. એક લાંબા સમયથી મહિન્દ્રા Scorpio ગ્રાહકોની ફેવરેટ કાર બની ગઇ છે.

મહિન્દ્રા Thar

મહિન્દ્રા Thar એક ખાસ વર્ગને આકર્ષે છે. હાલ કંપનીએ આ કારનું વેચાણ વધારવા માટે થાર પર 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની ઑફર આપી છે. થારની કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 2.5 લીટરનું ડીઝલ એન્જિન છે.

KUV 100 NEX

KUV 100 NEX કંપનીની સૌથી મોટી કાર છે, હાલ તેના પર 67 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન છે. દિલ્હીમાં તેની કિંમત 4.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Read Also

Related posts

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel

રિલાયંસે રચ્યો ઈતિહાસ, બની 9 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની

NIsha Patel

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણીપંચે આપ્યો આખરી ઓપ, કુલ 14 લાખ 74 હજાર મતદારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!