GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ જવાને કર્યું એવું કામ કે, ચારે બાજુ થઈ રહી છે પ્રશંસા

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ જવાને કર્યું એવું કામ કે, ચારે બાજુ થઈ રહી છે પ્રશંસા

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો અવાર-નવાર પોતાની કરતૂતોમાં સુરક્ષા જવાનોને નિશાન બનાવતા હોય છે. પરંતુ તેમની આ કાયરતાપૂર્ણ હરકતો સામે ડગ્યા વિના જવાનો કાશ્મીરમાં માનવતાની સુગંધ પ્રસરાવી રહ્યા છે. પ્રેમ અને કરુણાની આવી જ એક ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીઆરપીએફના એક જવાનને શ્રીનગરમાં એક દિવ્યાંગ બાળકને ભોજન કરાવી રહ્યા છે. નવા કદલ નામના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફના જવાને ભોજન કરવા માટે ટિફિન ખોલી રહ્યા હતા તે જ સમયે તેમની નજર એક દિવ્યાંગ બાળક પર પડી હતી.

જે તેમની સામે જોઈ રહ્યો હતો. જવાને ઈશારામાં જમવા માટે પૂછતા બાળકે હા પાડી હતી. આ બાળક દિવ્યાંગ હોવાથી જવાને બાળકની નજીક જઇને પોતાને હાથે તેને ભોજન કરાવ્યું અને પાણી પણ પીવડાવ્યું હતું. આ વિડિયો વાયરલ થયા બાદ સીઆરપીએફે પોતાના આ જવાનનુ સર્વોચ્ચ ડીજી ડિસ્ક સન્માન આપવાનુ નક્કી કર્યુ છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!