GSTV
Home » News » ડિવોર્સ બાદ પણ નથી તૂટ્યા સંબંધો, પૂર્વ પત્ની સાથે રિતિક રોશને કરી ભરપૂર મસ્તી

ડિવોર્સ બાદ પણ નથી તૂટ્યા સંબંધો, પૂર્વ પત્ની સાથે રિતિક રોશને કરી ભરપૂર મસ્તી

બોલિવૂડમાં ક્યારે કોના સંબંધો કોની સાથે બગડે અને કોના ડિવોર્સ થાય એનું કઈંજ નક્કી નહીં, વારંવાર આવા સમાચારો આવતા જ હોય છે. પરંતુ કેટલાક સંબંધો એવા પણ હોય છે, જે તૂટ્યા બાદ પણ જોડાયેલા રહે છે. રિતિક રોશન અને તેમની એક્સ પત્ની સુઝૈન ખાને એકબીજાની મંજૂરીથી ડીવોર્સ લીધા હતા. જોકે સંબંધો હજી પૂરા નથી થયા. તાજેતરમાં જ આ એક્સ કપલની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી.

રિતિક રોશને આખા પરિવારની સાથે-સાથે એક્સ વાઇફ સુઝૈન ખાન સાથે ફ્રાન્સમાં ન્યૂયરની ઉજવણી કરી. આ દરમિયાન બંને બાળકો પણ જોવા મળ્યાં. બધાંએ આલ્પ્સ પર્વતમાં સ્નો સ્કીઇંગની મજા માણી અને ખૂબજ મસ્તી કરી. અત્યારે તો તેઓ વેકેશન ગાળી પાછાં આવી ગયાં છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે, સુઝૈન આ મસ્તીને બહ મિસ કરી રહી છે, એટલે જ સુઝૈને પણ આ જબરજસ્ત વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે એક્સ પતિ રિતિક રોશન સાથે જોવા મળી. સાથે ફેમિલીના બીજા સભ્યો પણ જોવા મળ્યા.

રિતિક અને સુઝૈને કર્યું સ્નો સ્કીઇંગ

આ તસવીરોનું કેપ્શન પણ જબરજસ્ત રસપ્રદ છે. તેમણે લખ્યું- “મોડર્ન ફેમિલી, 2 દીકરા એક મા અને એક પિતા. કઝિન્સ અને ભાઈ-બહેન, ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રાન્ડ અંકલ-આન્ટી અને બે મિત્રો.. નવા સંબંધો અને ખુશીઓથી ભરેલાં દિલ.” આ તસવીરો સાથે સુઝૈને ખૂબજ સુંદર રીતે નવા વર્ષની શુભકામનાઓ આપી.

રિતિકની બહેન સુનૈના સાથે જોવા મળ્યું સુઝૈનનું જબરજસ્ત બોન્ડિંગ

તસવીરોમાં જોઇએ તો, સ્પષ્ટ થાય છે કે, એકમાં સુઝૈન, રિતિક અને કેટલાક મિત્રો કોઇ બારમાં જોવા મળે છે તો બીજી એક તસવીરમાં સુઝૈન એક્સ પતિ સાથે સ્નો સ્કીઇંગ કરતી જોવા મળે છે. સુઝૈન, રિતિકની બહેન સુનૈના રોશન સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે, આ વેકેશનમાં રિતિક રોશનના પિતા રાકેશ રોશન પણ પત્ની પિંકી રોશન સાથે એન્જોય કરતા જોવા મળ્યા. આ તસવીરો અને કેપ્શનને જોને તો લાગતું જ નથી કે સુઝૈન અને રિતિક ક્યારેય અલગ પણ થયાં છે.

વેકેશન એન્જોય કરતાં જોવા મળ્યાં રાકેશ રોશન અને પિંકી રોશન

સુઝૈને 1 નવેમ્બર, 2014માં રિર્તિક રોશન સાથે ડિવોર્સ લીધા હતા. આ ડિવોર્સ પાછળનું કોઇ સાફ કારણ તો બહાર આવ્યું નથી, પરંતુ અલગ-અલગ અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રિતિક અને કંગના રનૌતનો વિવાદ પણ થયો હતો. ત્યારબાદ તેને ડિવોર્સ સાથે જોડવામાં આવી રહ્યો છે. જો ડિવોર્સ બાદ પણ દરેક મુશ્કેલ સમયમાં સુઝૈન દરેક મુશ્કેલ સમયમાં રિતિકની પડખે જોવા મળી. ઘણીવાર એક્સ પતિનું ઉપરાણું લેતી પણ જોવા મળી.

Read Also:

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!