પ્રધાનમંત્રી મોદીએ આ હીરોના પૂછ્યા ખબર અંતર, દીકરાએ આપ્યો આ જવાબ

ઋત્વિક રોશને હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે તેમના પિતા રાકેશ રોશનને ગળાનુ કેન્સર થયુ છે. ઋત્વિકે રાકેશ રોશનની સાથે જિમની એક તસ્વીર શેર કરી છે અને જણાવ્યું કે તેમને કેન્સર થયુ છે. સાથે એવુ પણ કહ્યું કે સર્જરીના દિવસે પણ તેઓ જીમમાં ગયા હતાં.

આ સમાચાર મીડિયામાં આવતા જ ચાહકો અને બૉલીવુડ સ્ટાર્સથી લઇને વડાપ્રધાન મોદીએ પણ રાકેશ રોશનના સારા સ્વાસ્થ્યને લઇને ટ્વિટ કર્યુ. વડાપ્રધાન મોદીએ લખ્યું, “ડિયર ઋત્વિક, શ્રી રાકેશ રોશનજીના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું. તેઓ એક ફાઇટર છે. મને ભરોસો છે કે તેઓ સાહસની સાથે આ પડકારનો સામનો કરશે.”

જેના જવાબમાં ઋત્વિકે પણ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. ઋત્વિકે લખ્યું, ‘થેન્કયૂ સર, તમારી શુભકામનાઓ માટે. મને આ વાત જણાવતા અનહદ આનંદ થાય છે કે તબીબો અનુસાર પિતાની સર્જરી સારી રીતે પૂર્ણ થઇ છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે તેમના પિતાને થોડા અઠવાડિયા પહેલા Squamous Cell Carcinomaની પ્રથમ સ્ટેજ ડાયગનૉજ થઇ.

થોડાં દિવસો પહેલા કેટલાંક બૉલીવુડ સેલિબ્રિટી કેન્સરની ઝપેટમાં આવ્યા હતા તેવા સમાચાર આવ્યા હતાં. ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રેના ગંભીર બિમારીથી ઝઝૂમવાના સમાચારે પ્રશંસકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતાં. હવે આ યાદીમાં રાકેશ રોશનનુ પણ નામ સામેલ થયુ છે.

આ એક પ્રકારનુ થ્રોટ કેન્સર છે. રાકેશ રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ કૃષ ફ્રેન્ચાઇઝીની ચૌથી સીરીઝની તૈયારી કરી રહ્યાં છે. ફિલ્મમાં ઋત્વિક રોશન ફરી એક વખત સુપરહીરોના રોલમાં જોવા મળશે. તો ઋત્વિક હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘સુપર 30’નું પ્રમોશન કરી રહ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter