GSTV
Home » News » હૃતિક રોશને ભણશાલીની ફિલ્મમાં કામ કરવાનો કર્યો ઈનકાર, આ ખતરનાક ડોનનો રોલ થયો હતો ઓફર

હૃતિક રોશને ભણશાલીની ફિલ્મમાં કામ કરવાનો કર્યો ઈનકાર, આ ખતરનાક ડોનનો રોલ થયો હતો ઓફર

બોલીવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશનની સાલ ૨૦૧૯માં ફિલ્મ સુપર ૩૦ અને વોર બ્લોકબસ્ટર ફિલ્મો રહી છે. તેથી હવે અભિનેતા દરેક ફિલ્મની પસંદગી સાવચેતી રાખીને કરી રહ્યો છે. આ પહેલા વાત હતી કે, સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી માટે હૃતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

હૃતિક રોશને ફિલ્મમાં કામ કરવાનો કર્યો ઈનકાર

ભણશાલીને પોતાની આ ફિલ્મમાં ડોન હાજી મસ્તાનના પાત્ર માટે હૃતિક યોગ્ય અભિનેતા લાગ્યો હતો. તેથી તેણે અભિનેતાને ઓફર આપી હતી જેનો જુનિયર રોશને  ઠુકરાવી દીધી છે. સૂત્રની વાત સાચી માનીએ તો, હૃતિકે ભણશાલીની ફિલ્મમાં ડોનનું પાત્ર ભજવવાનો ઇનકાર કરી દીધો છે.

કોઈ પણ ફિલ્મ માટે સત્તાવાર ઘોષણા નથી કરાઈ

જોકે તેણે આમ શા કારણે કર્યું છે તે હજી જાણવા મળ્યું નથી. હૃતિક ભણશાલીની બૈજુ બાવરામાં  મુખ્ય પાત્ર ભજવવાનો છે, તેવી પણ ચર્ચા છે. પરંતુ હૃતિકે કોઇ પણ ફિલ્મ વિશે સત્તાવાર ઘોષણા કરી નથી.

Read Also

Related posts

ગુજરાતના 3000 લોકરક્ષકોને નહીં મળે ફિક્સ પગારનો લાભ, સરકારે લાભ આપવાનો કર્યો ઇનકાર

Karan

પુરૂષોએ ભૂલથી પણ ન ખાવી આ 10 વસ્તુઓ, ધીરે-ધીરે ઓછી કરે છે જાતિય શક્તિઓ

NIsha Patel

JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!