GSTV
Gujarat Government Advertisement

આ સુપરહિટ ફિલ્મમાં ઋત્વિક અને શાહરૂખ ભાઈ બનતા રહી ગયા હતા, બોક્સઓફિસ પર ફિલ્મે મચાવી હતી ધૂમ

Last Updated on July 29, 2019 by

પ્રોડ્યૂસર ફરાહ ખાને મૈં હુ ના ફિલ્મથી ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું હતું. શાહરૂખ ખાન, સુષ્મિતા સેન અને અમૃતા રાવ જેવા કલાકારો સાથેની ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને આર્મી ઓફિસરનો રોલ પ્લે કર્યો હતો અને જાયેદ ખાને તેના ભાઈનો રોલ.

પરંતુ જાયેદ ખાનનો રોલ પહેલા રિતિક રોશનને ઓફર કરવામાં આવ્યો હતો. તેના પિતા રાકેશ રોશનના કારણે રિતિકે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. એક મેગેઝિનમાં છપાયેલા આર્ટિકલમાં રિતિકે ખુલાસો કર્યો હતો કે તે શાહરૂખના નાના ભાઈનો રોલ પ્લે કરવાનો હતો પણ તેના પિતા રાકેશે કહ્યું કે, તે મલ્ટિસ્ટારર ફિલ્મની જગ્યાએ સોલો સ્ટારર મૂવી પર ફોક્સ કરે.

આ પહેલા તે બંને ફિલ્મ કભી ખુશી કભી ગમમાં સાથે કામ કરી ચૂક્યા હતા. રિતિકે કહો ના પ્યાર હૈ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અને તેણે સફળ સ્ટાર બની ગયો હતો. પણ તે વસ્તુને લઈને પણ પિતા રાકેશનું માનવું હતું કે તેણે બીજી મલ્ટિસ્ટારર ફિલ્મ સાઈન કરવાની જગ્યાએ પોતાનો એક અલગ રસ્તો તૈયાર કરવો જોઈએ.

રાકેશની વાત શાહરૂખ અને ફરાહે ગંભીરતાથી વિચાર્યું અને ખુશી-ખુશી રિતિકને આ ફિલ્મમાંથી દૂર થવાની અનુમતિ આપી દીધી. તેના પછી આ રોલ માટે જાયેદ ખાનને ઓફર કરવામાં આવ્યો. ફિલ્મમાં તેણે એક કોલેજ બોયનો રોલ કર્યો હતો અને તેનું કામ લોકોને ઘણું પસંદ આવ્યું હતું. રિતિકના કામની વાત કરીએ તો તે અત્યારે ફિલ્મ વોરમાં જોવા મળશે તેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, તેમાં ટાઈગર શ્રોફ સાથે પહેલી વાર જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!