GSTV

દીપિકાની ‘મહાભારત’માં આ ‘વોર’ સ્ટાર ભજવશે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર

Last Updated on December 27, 2019 by Arohi

દીપિકા પદુકોણની ‘છપાક’ ફિલ્મ જલદી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવાની સાથેસાથે નિર્માણ પણ તેનું જ છે. આ પછી તેની પતિ રણવીર સિંહ સાથેની ‘૮૩’ રીલિઝ થશે.આ બાદ દીપિકા ‘મહાભારત’ પર કામ શરૂ કરે તેવી શકયતા છે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવામાં આવશે.  ‘મહાભારત’ની વાર્તા દ્રોપદી પર ફોકસ કરીને બનાવામાં આવશે.

કૃષ્ણના પાત્ર માટે હૃતિકનો સંપર્ક સાધવામાં આવ્યો

આ ફિલ્મને મધુ મન્ટેના નિર્માણ કરવાનો છે. કહેવાય છે કે,દીપિકા આ ફિલ્મમાં દ્રોપદીનું મુખ્ય પાત્ર ભજવવાની છે. હવે આ ફિલ્મ માટે નવી વાત એ છે કે, કૃષ્ણના પાત્ર માટે હૃતિક રોશનના નામનો વિચાર થઇ રહ્યો છે. હૃતિક અને મધુ મન્ટેનાના સંબંધો સારા હોવાથી સહુને આશા છે કે, હૃતિક આ ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવવા રાજી થશે.

સતત ત્રીજી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે દીપિકા

મધુ મન્ટેનાએ હૃતિક સાથે આ પાત્ર વિશે વાતચીત કરી છે. આ રોલ કોઇ પણ અભિનેતા માટે  મહત્ત્વનો ગણાશે. એવામાં પ્રયાસ થઇ રહ્યા છે કે, હૃતિકને આ ફિલ્મનો હિસ્સો બનાવામાં આવે.દીપિકા આ ફિલ્મમાં ફક્ત એકટિંગ જ નહીં પરંતુ નિર્માત્રી પણ હશે. ‘છપાક’  અને ‘૮૩’ પછીની તેની આ ત્રીજી નિર્માણ ફિલ્મ હશે.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!