GSTV
Bollywood Entertainment Trending

હૃતિક અને વરુણની દરિયાદિલી, ગરીબો માટે એવું કામ કર્યુ કે જાણીને ગર્વ થશે

હૃતિક

વરુણ ધવન અને હૃતિક રોશને Corona જંગ સામે લડવા માટે આર્થિક સહાય રાહત કોષમાં આપી દીધી છે. છતાં તેઓ વધુ મદદ કરી રહ્યા છે. વરુણ ડોકટર અને મેડિકલ સ્ટાફ તેમજ બેઘર લોકોને ખાવાનું ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. તેણે જોકે કહ્યું હતું કે, આ એક નાનકડી મદદ છે, પરંતુ હું મારી રીતે પૂરતા પ્રયાસ કરીશ. ઉલ્લેખનીય છે કે, વરુણે આ પહેલા રૂપિયા ૫૫ લાખની આર્થિક સહાય રાહત કોષમાં કરી દીધી છે.

જ્યારે બીજી બાજુ હૃતિક રોશને પણ આ પૂર્વે Coronaના પ્રકોપ સામે લડવા આર્થિક સહાય કરી છે. તેણે ૯૫ અને એફએફ ૩ માસ્ક સફાઇ કર્મચારીઓ માટે વહેંચ્યા છે. હવે તે ભારતના વૃદ્ધાશ્રમના લોકો, મજૂરો અને વંચિતોને ખાવાનું આપવાનું કામ કરી રહ્યો છે. હૃતિક આ સદકાર્ય એક ગેરસરકારી સંગઠન દ્વારા કરે છે.

હૃતિકે એક ફાઉન્ડેશન દ્વારા એક લાક વીસ હજાર ગરીબ મજૂરો, વંચિતો અને વૃદ્ધાશ્રમના લોકશોને પૌષ્ટિક આહાર આપવાનો નિર્ણય લીધો છે.  સોશિયલ મીડિયા પર આ સંસ્થાએ આ વાતની જાણકારી આપી હતી તેમજ ટ્વિટર પર હૃતિકનો આભાર પણ માન્યો હતો. સંસ્થાએ વધુમાં લખ્યું હતું કે,જરૂરિયાતોને મદદ પૂરી પાડવા માટે અમે હૃતિકને સલામ કરીએ છીએ તેમજ તેનો આભાર માનીએ છીએ.

હૃતિકે પણ આ ટ્વિટરની પ્રતિક્રિયા રૂપે ટાંક્યું હતું કે, હું તમને સુનિશ્ચિત કરું છે કે આપણા દેશમાં કોઇ પણ ભૂખ્યા સુવે નહીં તેની તકેદારી રાખવાની આપણી જવાબદારી છે.

Read Also

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV