GSTV

KRRISH-4 ફિલ્મ માટે સુપર સ્ટાર ઋત્વિક રોશને ફિમેલ લીડ રોલ માટે આ અભિનેત્રી પર પસંદગી ઉતારી

પ્રોડ્યુસર -ડાયરેકટર રાકેશ રોશને આ વર્ષનાં જાન્યુઆરીમાં ફિલ્મ ક્રિષ-4ની જાહેરાત કરી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે ફિલ્મ આગળનાં વર્ષે ક્રિસમસ પર રીલીઝ થશે અને જલ્દી જ આ ફિલ્મ પર કામ શરૂ થશે. આ ફિલ્મને લઈને ચાહકો પણ ખૂબજ ઉત્સાહી છે.

ફિલ્મનાં મુખ્ય ભૂમિકામાં ઋત્વિક રોશન નજરે પડશે ત્યારે હવે આ ફિલ્મની અભિનેત્રીને લઈને એક મહત્વનાં સમાચાર સામે આવ્યા છે.

ખબર એવી છે કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનાં રૂપે મૃણાલ ઠાકરનું નામ ડાયરેક્ટરે પંસદ કર્યુ છે. જે સુપર-30માં ઋત્વિક સાથે નજરે આવી હતી. ઉલ્લેખનીય છે કે સુપર 30માં ઋત્વિક મૃણાલ ઠાકુરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.ઋત્વિકન લાગી રહ્યું છે કે મૃણાલ ઠાકુર ક્રિષ-4 માટે એકદમ સાચી અદાકારા રહેશે.

ઋત્વિક સાથે સુપર 30માં અને જ્હોન અબ્રાહમ સાથે બાટલા હાઉસ કર્યા પછી હવે શાહિદ કપૂરની જર્સીમાં નજરે પડી રહી છે. જર્સી તેલપુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. જેને ગૌતમ ડાયરેક્ટ કરી રહ્યા છે. ગૌતમ મૃણાલનાં ઉમદા કાર્યથી ખૂબ ખૂશ છે.

READ ALSO

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!