GSTV

સુપર 30ને લઈ રિતિકે કર્યો ચોંકાવનારો ખુલાસો, આનંદ કુમારના લુક માટે આપ્યું આ બલિદાન

Last Updated on July 19, 2019 by

રિતિક રોશન અત્યારે ફિલ્મ સુપર 30ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા કરી છે. આનંદ કુમાર બિહારના છે માટે રિતિકે તેના લુકનો અપનાવ્યો અને ભોજપુરી પણ શીખી હતી. હવે રિતિકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે ભોજપુરી ગીત ‘તુ લગાવે લુ’ ગણગણાવતો જોવા મળ્યો હતો.

આ વીડિયોમાં રિતિકે બતાવ્યું કે તેને બિહારી ભાષા પસંદ આવી. વીડિયોમાં રિતિક જણાવી રહ્યો છે કે આનંદ કુમાર બનવા માટે તેને શું-શું કરવું પડ્યું હતું. રિતિક કહે છે, આનંદ કુમારની જેવો દેખાવા માટે સૌથી પહેલા મેં બલિદાન આપ્યું તે હતું અનફિટ રહેવું. રિતિક દિવસમાં 2-3 કલાક બિહારી બોલવાની પ્રેક્ટિસ કરતો હતો.

એક ક્લિપમાં તો રિતિકે તેના દીકરા સાથે બિહારી ભાષામાં વાત કરવા લાગ્યો હતો. રિતિકના વીડિયોને ફેન્સ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ રિતિક આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પર તે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ, વેંકૈયા નાયડુને મળ્યો હતો. રિતિકે તેમની સાથે કેટલાક ફોટા પણ પડાવ્યા હતા. અને તેમનો આભાર માન્યો હતો.

રિતિકે દિલ્હીમાં સુપર 30ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. નાયડુએ આ ફિલ્મના ડાયરેક્ટર, રિતિક અને આનંદ કુમારને શુભેચ્છા પાઠવી હતી.

આનંદ કુમારે જિંદગીમાં ઘણી મહેનત કરી છે અને આટલી સમસ્યા પછી પણ તેમણે બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે પોતાની જિંદગી દાવ પર લગાવી હતી. બિહાર સરકારે ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરાવાનું પણ એલાન કરી દીધું છે. ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 70 કરોડનો બિઝનેસ કર્યો છે.

Read Also

Related posts

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave

બૉલીવુડ / તું છે કોણ? જ્યારે દિયા મિર્ઝા પર કરીના કપૂર ખાન રોષે ભરાઈ, જાણો શું હતો મામલો

Vishvesh Dave

KBC 13 / સ્પર્ધકે અમિતાભ બચ્ચન સાથે કર્યું ફ્લર્ટ, મહાનાયક બોલ્યા “બંધ કરો શો”

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!