GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પહેલી વખત સાથે કામ કરશે આ બે સુપર સ્ટાર, રામ બનશે ઋતિક અને સીતા બનશે દીપિકા

ઋતિક રોશન આજકાલ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે તેનું કારણ બીજુ કંઈ નહીં પરંતુ ફિલ્મ સુપર 30ની બોક્સ ઓફિસ પરની પરફોર્મન્સ છે. દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે અને તે જ કારણ છે કે ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

સુપર 30 બાદ ઋતિક ફરી એક વખત ચેલેન્જિંગ રોલમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ રામાયણમાં રામની ભુમિકા નિભાવવા જઈ રહ્યા છે ઋતિક. આ માઈથોલોજિકલ ડ્રામા ફિલ્મ નિતેશની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ખબર અનુસાર ઋતિકે તેમાં કામ કરવા માટે કહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે તે નિતેશ તિવારી અને રવિ ઉદયવર દ્વારા બનાવવામાં આવતી આ ફિલ્મ લાઈવ- એક્શન ટ્રાઈલોજી હશે. જેને ઉડીમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મને હિન્દીની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. સાથે જ તેનું બજેટ લગભગ 500 કરોડ માનવામાં આવી રહ્યું છે. અલ્લુ અરવિન્દ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે.

જોકે આ ફિલ્મના મેકર્સની તરફથી ઓફિશયલ જાહેરાત કરવાની હજુ બાકી છે. ખબરો અનુસાર પ્રોડ્યુસર મધુ મંતેના સીતાની ભુમિકા માટે દીપિકા પાદુકોણને કાસ્ટ કરવા ઈચ્છે છે. જો આમ થયું તો ઋતિક અને દીપિકાની સાથે આ પહેલી ફિલ્મ હશે.

Read Also

Related posts

શહેરનાં સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશને કર્યા આ મહત્વનાં નિર્ણય, તકેદારીનાં પગલા સાથે યોજાશે ઉત્સવ

pratik shah

સ્માર્ટફોનનો વધુ ઉપયોગ નોતરી શકે છે આ ગંભીર બિમારીઓ, થઈ જાવ સાવધાન!

pratik shah

કોરોનાના લક્ષણ ન હોય છતાં ચેપ કઈ રીતે લાગી રહ્યો છે? આ રીતે ભરડો લઇ રહ્યો છે ઘાતક વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!