GSTV

રિતિક રોશનની મમ્મી પર ચઢ્યો સુપર 30નો ફીવર, જુગરાફિયા સોન્ગ પર કર્યો ડાન્સ

Last Updated on July 23, 2019 by

બોલિવૂડ એક્ટર રિતિક રોશન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ જોવા મળે છે. તેને ફિટનેસને ઘણી ચિંતા રહ્યા કરે છે. તેના વર્કઆઉટના અને ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. રિતિકની મા પણ તેના જેમ ફિટનેસની ઘણી ચિંતા છે.

રિતિકો તેની મમ્મીનો વર્કઆઉટ અને ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રિતિકની મમ્મી પહેલા વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે, ત્યાર બાદ તે રિતિકની ફિલ્મ સુપર 30ના સોન્ગ જુગરાફિયા પર ડાન્સ પણ કર્યો હતો. વીડિયો શેર કરતા રિતિકે કેપ્શનમાં લખ્યું કે, “Wait for it… #championoflife #supermom #loveyoumama”.

રિતિકની મમ્મીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અક્ટ્રેસ બિપાસા બાસુ અને મૃણાલ ઠાકુરે આ વીડિયો પર કોમેન્ટ કરી છે. બિપાસા બાસુએ લખ્યું, Sooooo cute… ત્યારે મૃણાલ ઠાકુરે લખ્યું, ”This just made my day #proudmama ❤”.

ફિલ્મ સુપર 30ની વાત કરીએ તો 100કરોડની ક્લબમાં એન્ટ્રી કરી ચૂકી છે. બોક્સઓફિસ પર આંકડા સુધી પહોંચતા 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો હતો. રિતિકે આનંદ કુમારનો રોલ કર્યો છે. મૃણાલ ઠાકુર તેની પત્નીનો રોલ કરી રહી છે. રિતિક હવે ફિલ્મ વોરમાં જોવા મળશે. તેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!