GSTV
Home » News » Bday Special: એક સાથે બે-બે હસીનાઓને ડેટ કરી રહ્યો હતો ઋતિક, ત્રીજીએ તો ઘર ભંગાવ્યું!

Bday Special: એક સાથે બે-બે હસીનાઓને ડેટ કરી રહ્યો હતો ઋતિક, ત્રીજીએ તો ઘર ભંગાવ્યું!

બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશન પોતાની પર્સનાલીટી, ગજબ ડાન્સિંગ સ્કીલ અને જબરદસ્ત એક્ટિંગના કારણે જાણીતો છે. તેના ડાન્સના કરોડો લોકો દિવાના છે ત્યાં બોલીવુડની ફિલ્મોમાં સુપર હીરો રોલમાં પણ ઋતિક રોશને લોકોનું દિલ જીત્યુ.

ઋતિકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી કરી હતી. તેની પહેલી જ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવ્યો હતો. તે પછી તેણે અનેક હિટ ફિલ્મો આપી જ્યાં ફિલ્મોથી તેને નામ મળ્યું તો બીજી બાજુ તે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં હતો.

કરીના

વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દરમિયાન ઋતિક રોશન અને કરીના કપૂર એકબીજાની નજીક આવ્યા. તે દરમિયાન તેમના અફેરની ખૂબ ચર્ચા હતી. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ માટે ડાયરેક્ટરની પહેલી ફિલ્મ કરીના હતી પરંતુ પછીથી આ ફિલ્મ માટે અમીષા પટેલને સાઇન કરવામાં આવી. ચર્ચા એ પણ છે કે ઋતિક રોશન પણ એક સમયે પોતાની એક્સ વાઇફ સુઝૈન ખાન અને કરીના બંનેને ડેટ કરી રહ્યો હતો.

બારબરા મોરી

સમય સાથે ઋતિકનું નામ બોલીવુડની અનેક અભિનેત્રીઓ સાથે જોડાઇ. વર્ષ 2010 દરમિયાન રીલીઝ થયેલી ફિલ્મ કાઇટ્સના સેટ પર ઋતિક અને ફિલ્મની એક્ટ્રેસ બારબરા મોરી પણ એકબીજાની નજીક આવ્યા. તે સમયે પણ તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે બારબરાના કારણે તેના લગ્ન જીવનમાં ભંગાણ આવ્યું.

કંગના

કંગના અને ઋતિકના સંબંધો વિશે સૌથી વધુ ચર્ચા થઇ છે. તેમના સંબંધો વણસ્યા બાદ તેની કડવાશ મીડિયાના હેડલાઇન્સ બની. ફિલ્મ ક્રિશ-3 દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા. પરંતુ તેમનો આ સંબંધ વધુ સમય સુધી ટક્યો નહી.

કેટરિના

આ ઉપરાંત ઋતિકનું નામ કેટરિના સાથે પણ જોડાયુ. ફિલ્મ બેન્ગ બેન્ગના શુટિંગ દરમિયાન બંનેની મિત્રતા લોકોની નજરોમાં આવી.બંનેના પ્રેમની ચર્ચાઓ થવા લાગી પરંતુ તેમણે પોતાના ઘનિષ્ઠ સંબંધને મિત્રતાનું નામ આપીને ચર્ચાઓને દબાવી દીધી. તેવું પણ કહેવામાં આવે છે કે સુઝેન સાથે છૂટાછેડા લીધાં બાદ તેઓ છુપાઇને એકબીજા સાથે સમય પસાર કરતાં હતાં.

Read Also

Related posts

માનવ તસ્કરીમાં જામીન પર ફરનારા પંજાબી ગાયક ભાજપમાં જોડાયા, મળી શકે છે ટિકિટ

Mayur

Avengers Endgameની પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી, બાહુબલી-દંગલ જેવી ફિલ્મોના તો ચણા-મમરા પણ ન આવ્યાં

Bansari

લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીને ફરી ઝટકો આપ્યો, 13,400 કરોડ રૂપિયાનો કર્યો છે ગોટાળો

Mayur