GSTV

રિતિક રોશને ખરીદ્યું સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ્યા 97.50 કરોડ રૂપિયા

બોલીવુડના હેન્ડસમ હન્ક એક્ટર રિતિક રોશને (Hrithik Roshan) મુંબઈના જુહુ-વર્સોવા લિંક રોડ પર 2 આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. છેલ્લા કેટલાંય સમયથી પોતાના સપનાના ઘર શોધી રહેલા રિતિક રોશને 97.50 કરોડ રૂપિયા આપીને 2 એપાર્ટમેન્ટ પોતાને નામ કરી લીધા છે.

Hrithik Roshan

રિતિકનું સપનું થયું સાકાર

રિપોર્ટ્સ મુજબ, રિતિક રોશન(Hrithik Roshan)ને પહેલે થી જ સી ફેસિંગ એપાર્ટમેન્ટ જોઈતો હતો. તેના આ જ સપનાને લીધે કેટલાંય સમયથી કોઈ એપાર્ટમેન્ટ નહોતા ખરીદી શક્યા. પરંતુ હવે રિતિકનું સપનું સાકાર થઇ ગયું છે.

લક્ઝુરિયસ છે રિતિકનું નવું ઘર

જુહુ -વર્સોવા લિંક રોડ પર ખરીદેલ 2 એપાર્ટમેન્ટ 38000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. રિતિકે બંને એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 14માં 15માં અને 16માં માળ પર છે અને સાથે જ 6500 ચોરસફૂટનું ઓપન ટેરેસ પણ મળે છે. બિલ્ડિંગનું નામ મન્નત છે. આ ઉપરાંત જાણવા મળી રહ્યૂ છે કે એપાર્ટમેન્ટમાં એક સ્પેશિયલ લિફ્ટ ઉપરાંત 10 પાર્કિંગ પ્લોટ પણ હશે. આ એપાર્ટમેન્ટ લેતા પહેલા રિતિકે તમામ પ્રકારની સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.

કરોડોની કિંમતના છે બંને એપાર્ટમેન્ટ

આ બને આપાર્ટમેન્ટ માટે રિતિક રોશને (Hrithik Roshan) સમીર ભોજવાની નામના બિલ્ડર સાથે 2 રજીસ્ટ્રેશન કર્યા છે. સમગ્ર દિલ 97.50 કરોડ રૂપિયામાં થઇ હોવાનું માનવામાં આવે છે. ડીલના ડિલેટની વાત કરીયે તો એક્ટરે ડ્યૂપ્લેક્સ માટે 67.50 કરોડ રૂપિયા આપ્યા છે તો તેમનો બીજો એપાર્ટમેન્ટ જે 11,165.82 ચોરરસ ફૂટમાં ફેલાયેલો છે. તેમના માટે એક્ટરે 30 કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત 1.95 કરોડ રૂપિયા તો માત્ર સ્ટેમ્પ ડ્યુટી માટે આપ્યા છે.

ટૂંક સમયમાં થશે શિફ્ટ

રિતિક રોશન ટૂંક સમયમાં પોતાના પરિવારની સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ શકે છે. હજુ સુધી તો રિતિક, અક્ષય કુમારના પાડોશી હતા પરંતુ હવે તે સી ફેસિંગ વ્યૂનો લાભ ઉઠાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હવે જસ્ટીસ કે.એ. પૂંજ નહિં ગુજરાત હાઈકોર્ટના આ પૂર્વ જજ કરશે, આ છે કારણ

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ, આ સોસાયટીમાં 32 કેસ હોવા છતા તંત્રના ચોપડે માત્ર 12 દર્શાવાયા

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!