GSTV
Home » News » વોર ફિલ્મની કમાણી 300 કરોડે પહોંચી, બની સૌથી બેસ્ટ

વોર ફિલ્મની કમાણી 300 કરોડે પહોંચી, બની સૌથી બેસ્ટ

હૃતિક રોશને ફિલ્મ ‘વોર’ દ્વારા નામ અને દામ બન્નેની કમાણી કરી છે. તે આ ફિલ્મ દ્વારા રૂપિયા ૯૦ કરોડથી વધુ કમાયો છે. રૂપિયા ૩૦૦ કરોડ સુધી પહોંચનારી આ તેની પહેલી ફિલ્મ છે, જ્યારે કમાણીની દ્રષ્ટીએ ૨૦૧૯ની સાલની બોલીવૂડની સૌથી મોટી ફિલ્મ છે. ગયા શુક્રવારે સિનેમાઘરોમાં ૧૧ ફિલ્મો રિલીઝ થઇ હતી.

જેમાં સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’ બોક્સ ઓફિસપર ઊંધા માથે પટકાઇ છે. ‘ વોર’ ફિલ્મે રૂયિા ૨૯૫ કરોડ ૯૬ લાખનો વેપલો કરી નાખ્યો છે. રવિવારે પણ આ ફિલ્મની કમાણી વધુ હોવાની આશા હતી.હવે આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનાવાનું યશરાજ ફિલ્મસ વિચારી રહ્યા છે.

ગયા વરસે ‘સંજુ’ એ રૂપિયા ૩૪૨ કરોડનો બોક્સ ઓફિસ પર વ્યવસાય કર્યો હતો. ભણશાલીની ‘પદમાવતે’ રૂપિયા ત્રણસો બે કરોડનો, આમિર ખાનની ‘પીકે’એ રૂપિયા ૩૪૦ કરોડ, સલમાન ખાનની’ બજરંગી ભાઇજાન’રૂપિયા ૩૨૦ કરોડ, ‘સુલતાન’ રૂપિયા ૩૦૦ કરોડ અને ૪૫ લાખ જેટલી કમાણી કરી હતી. જ્યારે ‘ટાઈગર ઝિન્દા હૈ’૩૩૯ કરોડ અને ૧૬ લાખનો વ્યવસાય કર્યો હતો.

Read Also

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!